________________ 256 જગતના વિદ્યમાન ધર્મો ભક્તિભાવના અને 4. વૈરાગ્યભાવનાને અનુલક્ષીને આપણે આ પ્રકરણમાં કરેલા ધર્મોના તુલનાત્મક અધ્યયન પરથી એ સ્પષ્ટ થાય છે કે જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્ય-એ ધાર્મિક જીવનના ચાર અંગોનું મહત્ત્વ દરેક ધર્મમાં સ્વીકારવામાં આવ્યું છે. આનો અર્થ એ કે બધા ધર્મો વચ્ચે મૂળભૂત એક્તા છે. ધર્મનું મૂળ તત્ત્વ બધા ધર્મોમાં સમાન છે. જુદા જુદા ધર્મો વચ્ચે ભેદ એટલા માટે જણાય છે કે ધર્મનું મૂળ તત્ત્વ કે તાત્ત્વિક સ્વરૂપ જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે અભિવ્યક્ત થયેલું છે. ધર્મનું મૂળ સ્વરૂપ આ રીતે વિવિધ રૂપે વ્યક્ત થાય તે તદ્દન સ્વાભાવિક પણ છે અને અત્યંત ઇચ્છવા યોગ્ય પણ છે. જુદી જુદી ઐતિહાસિક અને ભૌગોલિક પરિસ્થિતિ તેમજ જુદી જુદી કક્ષા અને રુચિ ધરાવતા માણસોને અનુલક્ષી જો ધાર્મિક જીવનના અંગરૂપ જ્ઞાન, નીતિ, ભક્તિ અને વૈરાગ્યને જુદી જુદી રીતે પ્રગટ કરવામાં આવે તો એમ કહી શકાય કે ધર્મ એ કોઈ જડ વસ્તુ નથી પણ માણસના સમગ્ર જીવનને ઊંડાણથી સ્પર્શનારું ચૈતન્ય છે. આમ ધાર્મિકતા પ્રગટ કરનારી અનેક રીતોનું જગતમાં અસ્તિત્વ હોય એ ધર્મ માટે દૂષણરૂપ નથી પણ ભૂષણરૂપ છે. ફક્ત એ વાતનું હંમેશાં સ્મરણ રહેવું ઘટે કે ધાર્મિક જીવન જીવવાની રીતો અનેક છે, અર્થાત આ જગતમાં અનેક પંથો', “અનુગમો' કે “ધર્મો' છે, પણ ધર્મ એક જ છે. જુદા જુદા ધર્મો અને તેમના આરાધ્ય દેવો તાત્ત્વિક દષ્ટિએ એક જ છે એ સત્યની સમજૂતી આપવા માટે જ વિનોબા ભાવેએ નીચેની સર્વધર્મ પ્રાર્થનાનો પ્રસાર કર્યો છે : . ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તુ; સિદ્ધ-બુદ્ધ તૂ, સ્કંદ વિનાયક સવિતા પાવક તૂ; બ્રહ્મ મજુદ તૂ, યદ્વ શક્તિ તૂ, ઈશુ-પિતા પ્રભુ તૂ, રુદ્ર-વિષ્ણુ તૂ, રામકૃષ્ણ તૂ, રહીમ તાઓ તૂ; વાસુદેવ ગો-વિશ્વરૂપ તૂ, ચિદાનંદ હરિ તુ; અદ્વિતીય તૂ, અકાલ નિર્ભય, આત્મ-લિંગ શિવ તૂ. નમો પાવતે વાસુદેવાય . 25