________________ 250 જગતના વિદ્યમાન ધર્મો ટાળવા યોગ્ય દુર્ગુણો H 1. કામ (ધર્મ કે નીતિ વિરોધી વાસનાઓ), 2. ક્રોધ, 3. લોભ 4. મોહ, 5. ઈર્ષા, 6. અભિમાન, 7. આળસ, 8. વિશ્વાસઘાત, 9. અપ્રામાણિકતા અને 10. કૃતજ્ઞતા. દરેક માણસે ઉપર્યુક્ત સ્કુણોનું આચરણ કરવું જોઈએ અને ઉપર ગણાવેલા દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ, એવો ધર્મમાત્રનો ઉપદેશ છે. ઉચ્ચ નૈતિક જીવન માટેના આ સર્વસામાન્ય આગ્રહ ઉપરાંત જુદા જુદા ધર્મોએ કેટલાક વિશિષ્ટ નૈતિક સિદ્ધાંત પર સવિશેષ ભાર મૂકેલો છે અને એ રીતે સમગ્ર માનવજાતની નૈતિક ચેતનાના વિકાસમાં પોતાનું આગવું પ્રદાન કરેલું છે. જગતના વિવિધ ધર્મોએ ઉપદેશેલા વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : 1. હિંદુ ધર્મ સાધારણ ધર્મો ઉપરાંત પોતપોતાના વર્ણ અને આશ્રમના વિશેષ ધર્મો (સ્વધર્મ)ના પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય. 2. જૈન ધર્મ : અહિંસા અને જીવદયા. 3. બૌદ્ધ ધર્મ : અહિંસામાંથી ફલિત થતી મૈત્રી, કારુણ્ય, મુદિતા અને ઉપેક્ષા - એ ચાર ભાવના. 4. શીખ ધર્મ : નિર્ભય-નિર્વેરપણે અન્યાય અને દુષ્ટતાનો સામનો કરી ધર્મસંસ્થાપન માટેનો આગ્રહ. (હિંદુ ધર્મમાં પણ દુષ્ટદમન અને ધર્મસંસ્થાપન માટેનો આગ્રહ રાખવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ અને શ્રીરામનો આ જ મુખ્ય જીવનસંદેશ છે.) 5. જરથોસ્તી ધર્મ : પવિત્રતા અને ન્યાયભાવના. 6. યહૂદી ધર્મ : ન્યાયભાવના 7. ખ્રિસ્તી ધર્મ : માનવસેવા અને પ્રેમભાવના 8. ઇસ્લામ ધર્મ : ભ્રાતૃભાવના અને જકાત 9. કફ્યુશિયસ ધર્મ : 1. રાજા-પ્રજા, 2. પિતા-પુત્ર 3. પતિ-પત્ની, 4. મોટાભાઈ-નાનોભાઈ, પ. મિત્ર-મિત્ર એ પાંચ સામાજિક સંબંધોને લગતાં કર્તવ્યોનો આગ્રહ. 10. તાઓ ધર્મ : નિરભિમાનમાંથી નિષ્પન્ન થતી નિવૃત્તિપરાયણતા 11. શિન્જો ધર્મ : વફાદારી અને રાષ્ટ્રભક્તિ એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે જો બધા જ ધર્મના અનુયાયીઓ પોતપોતાના ધર્મના નૈતિક સિદ્ધાંતોને અનુસરવા ઉપરાંત વિવિધ ધર્મોના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોને પણ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો સમગ્ર માનવજાતનું નૈતિક સ્તર ઊંચું આવે અને ધર્મમાત્રનું ગૌરવ વધે. જુદા જુદા ધર્મોએ ઉપદેશેલા ઉપર્યુક્ત વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોમાં સામાજિક તેમજ વ્યક્તિગત નૈતિક આચરણને લગતા આ બે સિદ્ધાંતો તુલનાત્મક દૃષ્ટિએ ખાસ