________________ શિન્જો ધર્મ 239 પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઉત્સવરૂપે માનવામાં આવે છે. આ પૂજા, અમુક પ્રકારે કરવી એ વિશે ધર્મગ્રંથોમાં નિયમો આપવામાં આવેલા છે. આ મંદિરમાં પૂજારી તરીકે જાપાનની રાજકન્યા જ સેવા બજાવી શકે એવી પ્રથા પરંપરાગત રીતે ચાલી આવે છે. (કો-જી-કી 174186) આ મંદિરના મધ્યભાગમાં એક દર્પણ રાખવામાં આવેલું છે. જાપાનની પ્રજા માને છે કે આ દર્પણ-સૂર્યદવી-અમતેરસુએ પ્રથમ મિકાડોને આપ્યું હતું અને કહ્યું હતું કે, “આ દર્પણમાં, મારો જ આત્મા વસે છે, એમ માનીને તેની પૂજા કરજો (કો-જી-કી 109). નિહોનુ-ગી 1 : ૮૩માં પણ કહેવાયું છે કે, “અમતેરસુએ પોતાના હાથમાં તે દર્પણ લીધું અને કહ્યું કે, મારા બાળ, તું જ્યારે દર્પણમાં જુએ ત્યારે, તું જાણે મારી સમક્ષ જુએ છે એમ હું માનીશ. આ પવિત્ર દર્પણ તારી પાસે ' રાખ.” જાપાનની પ્રજા માને છે કે આ દર્પણની પૂજા એટલે સૂર્યદેવી-અમતેરસુની પૂજા, સૂર્યદેવના મંદિરમાં દર્પણ ઉપરાંત તલવાર અને મોતીની માળાનો સમાવેશ પણ થાય છે. ઈસમાં આવેલા સૂર્યદેવના મંદિરમાં થતી પૂજા ઉપરાંત દરેક ગામમાં રસ્તાની બાજુએ આવેલાં અનેક મંદિરોમાં અને આખા જાપાનનાં લગભગ બધાં સુંદર સ્થળોએ શિન્જો ધર્મની પૂજાનો કેટલોક પ્રકાર જોવામાં આવે છે. આ મંદિરોમાં જે ખરેખરી પૂજા થાય છે તે લગભગ વ્યક્તિઓ જ કરે છે, માણસોના સંઘ નહિ. જેમ શ્રેષ્ઠ પુરુષ આગળ આદરભાવથી નમીએ છીએ એ પ્રમાણે પૂજાને અંગે પણ વિધિસર પ્રણામ કરવા પડે છે. કેટલીક વાર આદરભાવ દર્શાવવા માટે મૌન રાખીને, બે હાથ જોડવાનો રિવાજ પણ છે. શિન્જો ધર્મની પૂજામાં દેવોને દ્રવ્યની આહુતિઓ પણ આપવામાં આવે છે.”૪૭ (3) મિકાડો પૂજા : મિકાડો દેવનો અવતાર છે, તેમની સત્તા પણ દેવના જેવી છે એ માન્યતા જાપાનની પ્રજા ઘણી ખુશી અને નમ્રતાથી સ્વીકારે છે. આથી દર વર્ષે નિકાડોના જન્મ દિવસે દરેક કેળવણીની સંસ્થામાં સરકારી હુકમને માન આપીને એક પવિત્ર ઉત્સવ મનાવવામાં આવે છે અને તે વખતે સ્વદેશાભિમાનની ભાવનાને પોષણ આપી રાજાના ચિત્રને નમસ્કાર કરવામાં આવે છે. (4) કેટલાક ઉત્સવો : શિન્જો ધર્મના મહત્ત્વના ઉત્સવોમાં “જિનેન-સાઈ” અને “શિન-જો-સાઈ” એ બે ઉત્સવો વિશેષ મહત્ત્વના છે.૪૮ આ ઉત્સવો વખતે મંદિરો તથા ઘરોને શણગારવામાં આવે છે તથા દેવ-દેવીઓને નૈવેદ્યરૂપે નવું ધાન્ય ધરાવવામાં આવે છે, તેમજ સારા પાક અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે.