________________ 228 જગતના વિદ્યમાન ધર્મો પોતાના આ મતનું સમર્થન જૂની કહેવત વડે કરતાં તેઓ ઉમેરે છે કે “જે નમ્યું છે તે આખું થાય છે.' - એ જૂની કહેવત બેશક ખાલી શબ્દો નથી.૩૨ (3) વૈષ્કર્મનો સિદ્ધાંતઃ તાઓ-તે-ચિંગમાં રજૂ થયેલો નૈષ્કિર્મ (ગુ-વેઈ)નો સિદ્ધાંત આખા વિશ્વની ભૂમિકાના અનુસંધાનમાં સમજવાનો છે. આ ભૂમિકા પ્રમાણે કુદરતમાં જે કાંઈ બને છે તે હંમેશાં ખબર ન પડે એ રીતે બને છે. સ્વયંભૂ રીતે બને છે. સ્વભાવ પ્રમાણેનું વર્તન એ કુદરતમાં આદર્શ સ્થિતિ છે. આ સ્થિતિમાં જ આકાશ અને પૃથ્વીની પ્રભાવિક શક્તિ (તે) પૂરેપૂરી કાર્ય કરી શકે છે. આ નષ્કર્મે કેવળ નિષ્ક્રિયતા નથી. પરંતુ જેમાં પ્રભાવિક શક્તિ વધુમાં વધુ કાર્ય કરી શકે એવી સ્થિતિ છે. આમ, કોઈ પણ પ્રકારની દખલગીરી વગર કુદરતને કુદરતી રીતે કાર્ય કરવા દેવાનો સિદ્ધાંત એટલે વ-વેઈનો સિદ્ધાંત.૩૩ કુદરતમાં દખલગીરી કરનારું તત્ત્વ એ માનવીય અહમ્ અને તેની વાસનાઓ છે. તાઓ-તે-ચિંગમાં કહેવાયું છે કે કૃત્રિમતા ઊભી કરનારા જ્ઞાન અને ઇચ્છાને દૂર કરીને મનુષ્ય કુદરત સાથે એકાકાર થવાનું છે. જેમ સમુદ્ર પોતાનાં મોજાંઓને ઊંચે લાવે છે અને પુષ્પમાં કળી ખીલે છે તેમ આપોઆપ મનુષ્ય વિકાસ કરવાનો છે. 34 (4) ભક્તિભાવના : લાઓત્સુએ સગુણ પરમતત્ત્વનો ઉપદેશ કર્યો નથી. આમ છતાં જેવી રીતે બૌદ્ધ ધર્મમાં બુદ્ધની ભક્તિ દાખલ થઈ તેવી રીતે તાઓ ધર્મમાં પણ લાઓત્રુની ભક્તિ શરૂ થયેલી છે, ઈ.સ. પૂ. ૧૫થી લાઓત્નને લોકો ભગવાન તરીકે ભજવા લાગ્યા હતા.૩૫ રાજ્ય તરફથી પહેલ-વહેલો એવો હુકમ કાઢવામાં આવ્યો કે લોકોએ લાઓ7ના માનમાં યજ્ઞો કરવા. ઈ.સ.ના ચોથા સૈકામાં લાઓત્સં પરમ પૂજ્ય તત્ત્વજ્ઞ તરીકે સ્વીકારાતા અને પૂજાતા રહ્યા હતા. ઈ.સ. ૫૮૬માં જ્યારે લાઓત્રુની જન્મભૂમિમાં આવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં એક શિલાલેખ મૂકવામાં આવેલો જેમાં દર્શાવાયું છે કે લાઓત્રુના અનેક અવતારો થાય છે. આમ અસંખ્ય ચીની અનુયાયીઓ એમ માનતા થયા કે મહર્ષિ અને ધર્મોપદેશક લાઓત્ન ખરેખર દિવ્ય તત્ત્વનો અવતાર છે. તાઓ ધર્મમાં ખૂટતા ભક્તિના તત્ત્વને તેના યોગ્ય સ્વરૂપે દાખલ કરવાનું શ્રેય મો-તિને ફાળે જાય છે. માનવ બંધુત્વના દેવદૂત તરીકે જાણીતા બનેતા મોતિ (Me-ti, મોન્ઝ અથવા મેહ-ન્ઝ તરીકે પણ ઓળખાય છે.)નો સમય ઈ.સ. પૂ. ૪૭૦થી 390 વચ્ચેનો મનાય છે. તેમણે પ્રચલિત એવા પરોપકારિતાના અને પુત્રધર્મના સદ્ગુણની સાથે સાથે વૈશ્વિક પ્રેમના સ્કુણનો સમન્વય કર્યો. તેમણે સ્વર્ગની ઇચ્છાને ધોરણ તરીકે પ્રસ્થાપિત કરતાં કહ્યું, “હું જો સ્વર્ગની ઇચ્છા અનુસાર વર્તુ તો સ્વર્ગ મારી ઇચ્છા અનુસાર વર્તશે.” ““સ્વર્ગ નીતિમત્તાને ઇચ્છે છે, પૃથ્વી જીવંત