________________ 216 જગતના વિદ્યમાન ધર્મો વર્ષમાં બે વાર ઘણા મોટા પાયા ઉપર અને મહિનામાં બે વાર નાના પાયા ઉપર કયુશિયસની પૂજા કરે છે.”૮૮ આમ, કફ્યુશિયસ ધર્મમાં પૂજા, સ્તુતિ અને યજ્ઞયાગાદિ દ્વારા ભક્તિભાવની અભિવ્યક્તિ થાય છે. જોકે એક માનવતાવાદી ધર્મ તરીકે કફ્યુશિયસ ધર્મ આ બધી વિધિઓ કરતાં પોતાની જાત અને સમાજ પ્રત્યેની નૈતિક ફરજને વિશેષ મહત્ત્વ આપે છે. કફ્યુશિયસના એક શિષ્ય પોતાના ગુરુભાઈને આ મુદ્દો સમજાવતાં કહેલું છે કે “આપણા ગુરુજીના સઘળા ઉપદેશનો મુદ્દો માત્ર એક જ છે : માણસે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું અને માનવબંધુઓ પ્રત્યે પ્રેમ રાખવો.”૮૯ વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ : જેવી રીતે ઉન્નત નૈતિક જીવન એ કફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ભક્તિભાવનાની એક અભિવ્યક્તિ છે તેવી રીતે કફ્યુશિયસે ઉપદેશેલી નીતિ વૈરાગ્યભાવનાની અપેક્ષા રાખે છે અને તેથી ઉન્નત નૈતિક જીવનને વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિરૂપે પણ ઘટાડી શકાય તેમ છે. કફ્યુશિયસનાં નીચેનાં કથનો પરથી ઉન્નત નૈતિક જીવન માટે અપેક્ષિત વૈરાગ્યભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ થશે : (1) “ખોરાક અને રહેઠાણની બાબતમાં સાધુપુરુષ માત્ર પુષ્કળતા અને સુખસામગ્રીની અપેક્ષા રાખતો નથી.”૯૦ “માણસે પોતાનું ચારિત્ર્ય કેવી રીતે સુધારવું? એવા ફાન ચિહુના પ્રશ્નના જવાબમાં કફ્યુશિયસે જવાબ આપેલો : “તારો પ્રશ્ન ઘણો જ સરસ છે. જો માણસ પોતાની ફરજને પહેલું સ્થાન આપે અને એ ફરજ બજાવ્યાના ફળને ગૌણ સ્થાન આપે તો એમ કર્યાથી એ પોતાનું ચારિત્ર્ય નહીં સુધારી શકે? 91 (3) " સણી પુરુષ પોતાને કરવાના કઠણ કાર્યનો પ્રથમ વિચાર કરે છે અને સ્થૂલ લાભના વિચારને તો એ ગૌણ સ્થાન જ આપે છે.”૯૨ “માણસ અભિમાની અને દ્રવ્યનો લાલચુ હોય તો ભલે એનામાં ચાઉ કંગમાં હતા તેવા ચારિત્ર્યના તમામ ઉત્તમ ગુણો હોય તો પણ તે ગુણો જરાયે લેખામાં લેવા જેવા નથી.”૯૩ (5) “અનિયંત્રિત ભોગવિલાસમાં સુખ માનવું, શિથિલતા અને નિષ્ક્રિયતામાં સુખ માનવું ઉજાણીઓ અને મિજબાનીઓમાં સુખ માનવું, એ હાનિકારક છે.”૯૪ (6) “સુખ સમૃદ્ધિ સાથે નથી સંકળાયેલું. ખાવાને સાદો ખોરાક, પીવાનું પાણી, અને વાંકા વળેલા હાથનું ઓશીકું એની સાથે પણ સુખ હોઈ શકે.”૯૫ ઉપસંહાર : માણસના જીવનવ્યવહારમાં વ્યક્ત થતી નીતિમત્તા એ તેની ધાર્મિકતાની પારાશીશી છે. આમ ધાર્મિક જીવનમાં નીતિનું મહત્ત્વ છે જ. કયુશિયસે નીતિને