________________ કન્ફયુશિયસ ધર્મ 211 (4) ““એક મોટી સેનાના સિપાહાલારને તમે ઉપાડીને લઈ જાઓ એ બને પરંતુ એક સામાન્ય માણસની પણ ઇચ્છાશક્તિને તમે લઈ જાઓ એ ન બને.”૪૬ કફ્યુશિયસ ધર્મના નૈતિક સિદ્ધાંતો : કફ્યુશિયસ ધર્મની નીતિમીમાંસામાં નીચેના નૈતિક સિદ્ધાંતો મહત્ત્વના ગણવામાં આવ્યા છે : (1) પાંચ મહાન સંબંધો અને તેમને લાગતા સદ્ગુણો (2) પારસ્પરિક આત્મીયતા કે નૈતિક જીવનનો સુવર્ણ નિયમ (3) ઉત્તમ માનવનો નૈતિક વૈભવ 1. પાંચ મહાન સંબંધો : કફ્યુશિયસના મતે ઉત્તમ પ્રકારનો સદાચાર (લિ - Li)9 તો જ સ્થપાય કે જો પ્રત્યેક માણસ પોતાના સ્થાન મુજબના સદ્દગુણોનું આચરણ કરે. કફ્યુશિયસના મત મુજબ વ્યક્તિનું સમાજમાં સ્થાન નક્કી કરનારા વિવિધ સંબંધોમાં પાંચ સંબંધો સૌથી વધારે મહત્ત્વના અને તેથી મહાન છે. આ મહાન પાંચ સંબંધો અને તેમને અનુરૂપ સદ્ગુણો નીચે પ્રમાણે છે.૪૮ (1) પિતા અને પુત્ર : પિતામાં પ્રેમ અને પુત્રમાં પિતૃભક્તિ. (2) મોટાભાઈ અને અનુજ : મોટાભાઈમાં સૌજન્ય અને નાના ભાઈમાં નમ્રતા અને આદરભાવ. (3) પતિ-પત્ની : પતિમાં વર્તણૂકનું ઔચિત્ય અને પત્નીમાં આજ્ઞાધીનતા. (4) બુઝુર્ગો અને યુવાનો બુઝુર્ગોમાં માનવતા અને યુવાનોમાં આમન્યા. (5) રાજા અને પ્રજા : રાજાઓ પરોપકાર અને પ્રજામાં વફાદારી. (પાંચ મહાન સંબંધોમાંના એક તરીકે કેટલીકવાર મિત્ર-મિત્ર વચ્ચેનો સંબંધ પણ ગણવામાં આવે છે.) ઉપર્યુક્ત પાંચ મહાન સંબંધોમાં પણ પિતા-પુત્ર અને રાજા-પ્રજાના સંબંધો પર કફ્યુશિયસ ધર્મે સવિશેષ ભાર મૂક્યો છે, કારણ કે કફ્યુશિયસના મતે, કુટુંબ અને રાજ્ય એ બે સૌથી અગત્યની સામાજિક સંસ્થાઓ છે. કફ્યુશિયસના મત પ્રમાણે, પ્રત્યેક પિતાની એ ગંભીર અને મોટી જવાબદારી છે કે તે પોતાના જીવનના સર્વોત્તમ ઉદાહરણ દ્વારા પોતાના પુત્રોને સદ્ગુણો બનાવે.૪૯ અને પ્રત્યેક પુત્રની એ પવિત્ર ફરજ છે કે તે પિતા જીવતા હોય ત્યાં સુધી જ નહિ, પરંતુ તે પછી પણ તેમના પ્રત્યેનો આદરભાવ જાળવી રાખે. આનો અર્થ એ કે પ્રત્યેક પુત્રે પોતાના પિતા જીવતા હોય ત્યાં સુધી તેમની આજ્ઞામાં અને તેમના મરણ પછી તેમના ગમતામાં રહેવું જોઈએ.પ૦