________________ પ્રકરણ-૧૩ કન્ફયુશિયસ ધમી - કૈલાસબહેન પટેલ પ્રાસ્તાવિક : ચીનની સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. આ સંસ્કૃતિને અદ્યાપિપર્યત જીવંત રાખનારાં પરિબળોમાં કફ્યુશિયસ ધર્મ મુખ્ય છે. ચીનમાં મુખ્ય ત્રણ ધર્મો પ્રચલિત છે : (1) તાઓ ધર્મ, (૨)બૌદ્ધ ધર્મ અને (૩)કફ્યુશિયસ ધર્મ. આમ હોવા છતાં કોઈ પણ ચીની નાગરિક કેવળ તાઓ ધર્મી કે બૌદ્ધ ધર્મો છે એમ કહેવાનું શક્ય નથી, કારણ કે ચીનની કોઈ પણ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરા કફ્યુશિયસ ધર્મની અસરથી મુક્ત નથી. ચીનના આ મહાન ધર્મની સ્થાપના મહાત્મા કન્ફયુશિયસ દ્વારા ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ હતી. મહાત્મા કફ્યુશિયસનું જીવન : ઈ.સ. પૂર્વે પપરમાં ચીનના શાસ્તુંગ પ્રાંતમાં વસતા 70 વર્ષની ઉંમરના એક સૈનિકને પોતાના વારસદાર અંગેની ચિંતા થઈ અને તેણે એ ઉંમરે એક ઉમદા કુટુંબની 18 વર્ષની સુકન્યા સાથે લગ્ન કર્યું. આ કન્યાએ પોતાના વૃદ્ધ પતિને એક વર્ષ પછી (ઈ.સ. પૂર્વે 551) એક પનોતા પુત્રની ભેટ ધરી. આ પનોતા પુત્ર તે જ મહાત્મા કફ્યુશિયસ કફ્યુશિયસની અટક કુંગ હતી. ““કુંગ ફુ -- (ગુરુવર્ય કંગ) તરીકે ચીનની પ્રજા એમના પ્રત્યે નિરંતર આદર દાખવતી રહી છે.”૪ કન્ફયુશિયસના “પૂર્વજો અસલ સુગ રાજ્યના ઉમરાવો હતા. પાછળથી એ અમીર કુટુંબ ઘૂના રાજ્યમાં આવ્યું અને ત્યાં જ એમણે સ્થાયી નિવાસ કર્યો.પ કફ્યુશિયસના જન્મ પછી ત્રણ વર્ષે તેમના પિતા શુલિયાંગ હો - (Shuliang Ho) નું અવસાન થયું હતું. આમ તેમનાં માતા ચિંગત્સાઈએ તેમના પ્રત્યે માતા અને પિતા બંનેની ફરજો બજાવી હતી. અને તેથી કફ્યુશિયસને તેમનાં માતા પ્રત્યે અપાર આદર હતો. કફ્યુશિયસ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. કુટુંબના ભરણપોષણ માટે કમાણી કરતાં કરતાં તેમણે વિદ્યાભ્યાસ પૂરો કર્યો. સત્તરમે વર્ષે તેઓ સરકારી નોકરીમાં