________________ 202 જગતના વિદ્યમાન ધર્મો મળસકાથી માંડીને સૂર્યાસ્ત સુધી કંઈ પણ ખાવાનો કે પીવાનો નિષેધ કરવામાં આવે છે. રોજા દરમિયાન માણસે પોતાના મનના વિકારો ઉપર પણ કાબૂ રાખવાનો હોય છે. રમઝાન મહિનો પવિત્ર ગણાય છે. આથી આ મહિના દરમિયાન દરેક મુસ્લિમ રોજા રાખી પવિત્ર રહીને અલ્લાહની ઈબાદત કરવાની હોય છે. હજ: મક્કાની યાત્રાને હજ કહેવામાં આવે છે. દરેક મુસ્લિમે જિંદગીમાં એક વાર મક્કાની યાત્રા કરવી જોઈએ, કેમ કે તે મહંમદ સાહેબની જન્મભૂમિ છે. વળી, પવિત્ર કાબાના પથ્થરનાં દર્શન પણ કરવાં જોઈએ. હજ “જિલહજ મહિનામાં કરવાની હોય છે. હજ વખતે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. આ યાત્રાની રીત એવી છે કે મક્કા પાંચ માઈલ દૂર રહે એટલે વજૂ કરી હાજી' (યાત્રાળુ)નાં વસ્ત્રો પહેરી ખુલ્લે પગે મક્કાની મસ્જિદમાં જવું. ત્યાં કાબા શરીફની સાત વાર પ્રદક્ષિણા કરવી, પાસેના પર્વત ઉપર ચઢવું અને પછી ત્રણ દિવસ પાછા મક્કામાં રહી મદીને જઈ હજરત મહંમદની કબરની બંદગી કરવી.૪૦ જેમાં સોદોરાનો ઉપયોગ ન હોય એવાં બે વસ્ત્રો પહેરીને અરાફતના મેદાનમાં રાય અને રંક સૌ એક જ જાતના સાદા પોશાકમાં નમાજ પઢે છે. ઇસ્લામીઓન કતાને મજબૂત કરનાર એ ભવ્ય દેખાવ હોય છે. હજ કરીને ઘરે આવ્યા બાદ અમુક નિયમો જાળવી રાખવાના હોય છે. હજ કરી આવેલા મુસ્લિમને “હાજી' કહેવામાં આવે છે. ઉપસંહારઃ કુરાનમાં ધર્મસહિષ્ણુતાનો આદેશ અપાયો છે તે જુઓ : “ધર્મની બાબતમાં કોઈ પણ જાતની જબરદસ્તી હોવી ન જોઈએ.”૪૧ કુરાનના મત મુજબ બધા ધર્મના પ્રવર્તકોએ આ જ મૂળ સિદ્ધાંતનો ઉપદેશ કર્યો છે : “એક ઈશ્વરની પૂજા અને સત્કર્મ.” મૌલાના અબુલ કલામ આઝાદ લખે છે : “કુરાને કેવળ તે જ ધર્મ પ્રવર્તકોને સાચા નથી માન્યા જેનાં નામ તેની સામે હતા. પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મારા પહેલાં જેટલા રસૂલ અને ધર્મપ્રવર્તકો થઈ ગયા છે તે સૌને સાચા માનું છું, અને તેમનામાંથી કોઈ એકને પણ સાચા ન માનવા તેને હું ઈશ્વરની સત્યતાનો ઈન્કાર કરવા બરાબર સમજું છું. કુરાને કોઈ ધર્મવાળા પાસે એવી અપેક્ષા નથી રાખી કે તે પોતાનો ધર્મ તજી દે. બલ્લે જ્યારે અપેક્ષા રાખી હોય ત્યારે એ જ રાખી છે કે સૌ પોતપોતાના ધર્મના અસલ શિક્ષણ પ્રમાણે આચરણ કરે, કેમ કે સૌ ધર્મનું અસલ શિક્ષણ એક જ છે.”૪૨