________________ 200 જગતના વિદ્યમાન ધર્મો 7. જીવદયા : અબ્દુલ્લા કહે છે કે, એકવાર અમે પયગંબર સાથે મુસાફરી કરતા હતા. અમે એક પક્ષી જોયું. તેની સાથે બે બચ્ચાં હતાં. અમે બચ્ચાંને પકડી લીધાં. તેમની મા ટળવળવા લાગી. પયગંબરે અમારી પાસે આવીને કહ્યું : “આના બચ્યાં છીનવીને આને કોણે કનડી? એનાં બચ્ચાં એને પાછાં આપી દો.” - અબુદાઉદ. “એક વાર એક જણ કોઈ પંખીના માળામાંથી કેટલાંક ઇંડાં ચોરી લાવ્યો. પયગંબરે તરત જ પાછાં તે જ જગ્યાએ મૂકાવી દીધાં.” “સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે અને જે આ પરમાત્માના કુટુંબનું ભલું કરે છે તે પરમાત્માને સૌથી પ્રિય છે.”૩૫ 8. ક્ષમા નૈકી (સદ્વર્તન) તથા બદી (દુર્વર્તન) સમાન હોતા નથી માટે તું દુર્વર્તનની સામે સારામાં સારું વર્તન કરીને તેને હઠાવ.૩૬ 6. ભક્તિભાવના : 1. ભક્તિભાવનાનું સ્વરૂપ : ઇસ્લામ ધર્મના સ્વામી-સેવકભાવથી ખુદાની બંદગી-ઇબાદત (ભક્તિ-ઉપાસના) કરવામાં આવે છે. જોકે ઇસ્લામ ધર્મમાં પાછળથી ઉદ્દભવેલા સૂફી પંથના અનુયાયીઓ આશક-માશૂક ભાવે અલ્લાહને ભજે છે. મહંમદ સાહેબ નમાજ વખતે આ પ્રમાણે પ્રાર્થના કરતા : “એક સત્યશોધક તરીકે હું તેના તરફ મોં કરું છું, જેણે આસમાન અને જમીન બનાવ્યાં છે. હું એક અલ્લાહ સાથે બીજા કોઈને સામેલ કરતો નથી. ખરેખર મારી પ્રાર્થના, મારી ભક્તિ, મારું જીવન અને મારું મૃત્યુ-બધું અલ્લાહને માટે છે. તે આખા જગતનો માલિક છે. તેનો કોઈ ભાગીદાર નથી. હું તેનો જ દાસ છું. હું મુસ્લિમ જણે પોતાનું સર્વ કાંઈ ઈશ્વર પર છોડી દીધું હોય તે) છું. હે અલ્લાહ, તું જ અમારો બાદશાહ છે. તારા સિવાય અમારે કોઈની ઈબાદત ન કરવી જોઈએ. તું મારો માલિક છે ને હું તારો દાસ છું.”39 કુરાનમાં કહ્યું છે : “જેઓ ભક્તો છે તેનો રક્ષક ભગવાન છે; ભગવાન તેમને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય છે.”૩૮ 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ કલમો અને નમાજ દ્વારા અલ્લાહ પ્રત્યેની ભક્તિભાવના પ્રકટ થાય છે. ઈસ્લામ ધર્મના સ્તંભરૂપ આ બંનેનો પરિચય મેળવીએ. 1. કલમોઃ કલમો એટલે મંત્ર. મહંમદ પયગંબરને જિબ્રાઈલ દ્વારા સૌપ્રથમ જે મંત્ર મળ્યો હતો તેનું અવારનવાર રટણ કરવાનો ઇસ્લામ ધર્મમાં આદેશ છે. આ મંત્ર આ પ્રમાણે છે : “લા ઇલાહા ઇલ્લિલ્લાહ મુહમ્મદુર રસૂલલ્લાહ” એટલે કે, “અલ્લાહ એક છે અને હજરત મહંમદ એના પયગંબર છે.” આ મંત્રના પઠનની ક્રિયાને “કલમો પઢવો” એમ કહેવામાં આવે છે. 2. નમાજ નમાજ એટલે ખુદાની બંદગી, પ્રાર્થના, ઇબાદત, સ્તુતિ. દરેક પુખ્ત વયના મુસ્લિમ માટે દિવસમાં પાંચ વખત નમાજ પઢવાનું ફરજિયાત છે : 1. સવારે, 2. બપોરે, 3. નમતા પહોરે, 4. સૂર્યાસ્ત સમયે અને 5. રાત્રે. .