________________ ઈસ્લામ ધર્મ 193 પણ તલવારને જોરે કે કોઈ પણ જાતનું દબાણ કરીને પોતાના ધર્મમાં સામેલ કર્યો હોય, કોઈ કબીલા કે ટોળીને પોતાના ધર્મમાં લાવવા માટે તેના પર કદી ચડાઈ કરી હોય અથવા એ કામને માટે એક પણ લડાઈ લડ્યા હોય. ધર્મની બાબતમાં બીજાઓ પાસેથી જેટલી સ્વતંત્રતાની તેઓ આશા રાખતા તેટલી સ્વતંત્રતા બીજાને આપતા. ઈ.સ. ૬૩૦માં મહંમદ સાહેબે ફરીથી મક્કામાં પ્રવેશ કર્યો. જેઓએ ઇસ્લામ વિરુદ્ધ કાવતરાંઓ રચ્યાં હતાં તે સૌને ઉદારતાપૂર્વક માફી બક્ષી અને પ્રેમથી સૌનાં મન જીતી લીધાં. “ઇસ્લામનો સંદેશો જગતભરમાં ફેલાવવાનું કાર્ય મને ખુદાએ સોંપ્યું છે એમ કહીને તેમણે રોમન સમ્રાટ તથા ઈરાનના શાહને ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરવા પત્રો લખ્યા હતા. ઈ.સ. ૬૩૨માં મહંમદ સાહેબ એક લાખ ચાલીસ હજાર માણસોને સાથે લઈને કાબાની હજ પઢવા માટે મક્કામાં છેલ્લી વાર આવ્યા. અરાફતના મેદાનમાં મહંમદ સાહેબે આપેલા પ્રવચનના આખરી શબ્દો આ હતા : ““તમારું જીવન પવિત્ર છે. તમે કોઈ મિલકત કે જીવન ઉપર આક્રમણ કરશો નહિ. તમારી પત્નીઓને તમારી ઉપર સમાન અધિકાર છે. ગુલામોની સંભાળ રાખજો. ખોરાક, કપડાં માટે તમારી અને તેમની વચ્ચે ભેદ રાખશો નહિ, પ્રત્યેક માલિક કે ગુલામ સમાન હોઈ પરસ્પર ભાઈચારાનો સંબંધ રાખશો.” આ અંતિમ સંદેશ આપ્યા પછી તેમની અંગત મિલકત જે માત્ર સાડા ત્રણ રૂપિયા હતી તેનું દાન કર્યું અને ખુદાની બંદગી કરતાં કરતાં ઈ.સ. ૬૩૨માં મહંમદ પગમંબર જન્નતનશીન થયા. આ વખતે તેઓ અરબસ્તાનના ધર્મગુરુ. કવિ, પયગંબર અને રાજવી હતા. બોસ્વર્થ સ્મિત લખે છે : ““મહંમદ પયગંબરને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું : એક જાતિ, એક રાજ્ય અને એક ધર્મ. ઇતિહાસમાં આ જાતનો બીજો દાખલો ક્યાંય જોવા મળતો નથી.”૯મહંમદ સાહેબની આ અદ્વિતીય સિદ્ધિને ધ્યાનમાં રાખીને એ. જી. લિયોનાર્ડ લખે છે: “ખરેખર મહંમદ સાહેબ મહાનમાં મહાન પુરુષ કરતાં પણ ઘણા મહાન હતા.” 3. ઈસ્લામ ધર્મનું શાસ્ત્રઃ ઇસ્લામ ધર્મનું મુખ્ય શાસ્ત્ર કુરાન છે. તે ઉપરાંત હદીસ' નામના ગ્રંથોનો મુસ્લિમો આદરપૂર્વક પાઠ કરે છે. બંનેનો ક્રમશઃ પરિચય મેળવીએ. 1. કુરાન : ઇસ્લામ ધર્મનો આ મુખ્ય ગ્રંથ છે. ખુદાતાલાએ માનવજાતિના ઉદ્ધાર માટે અનેક પયગંબરો દ્વારા પોતાની વહીઓ (સંદેશાઓ) મોકલાવી હતી. જિબ્રાઈલ નામના ફિરસ્તા દ્વારા મહંમદ પયગંબર ઉપર ખુદાએ મોકલેલી વહી તે જ કુરાન ગ્રંથ, કુરાનના અધ્યાયને સુરા (ઈટ) કહે છે. કુરાનની કુલ 114 સુરાઓ છે. કુરાનની સુરા ઉપર ઇસ્લામ ધર્મનું ચણતર થયેલું છે. કુરાનનો અર્થ “જાહેર કરવું કે “વાંચવું એવો થાય છે.