________________ ખ્રિસ્તી ધર્મ 185 ને ભક્તિથી ઈશ્વરને શરણે જાય છે, એનું રક્ષણ માગે છે, એની કૃપા યાચે છે. પિતા અને પુત્ર જેવો પ્રેમ ને જેવું સામીપ્ય, એક કુળ ને બે પેઢી. પિતાની આજ્ઞા ને પિતાનો વારસો. માન અને વાત્સલ્ય, આધીનતા ને આત્મીયતા. પિતા-પુત્રનો શ્રેષ્ઠ સંબંધ ઈશ્વર અને માણસ વચ્ચેના સંબંધનો દ્યોતક અને સંકેતરૂપ બની જાય.” ““માનવ અને માનવ વચ્ચેનો સંબંધ ભાઈ-ભાઈનો થાય. એક કુળ, એક લોહી, એ પિતા માટે આ બધા માણસો સરખા ને બધા પ્રતિષ્ઠિત ને બધાની વચ્ચે ભાતૃભાવનો અતૂટ તાંતણો. માટે પ્રેમ ને આદર, મદદ ને સેવા પુણ્યકર્મ બને. માનવધર્મ ધર્મ જ બને અને આખી માનવજાત એક કુટુંબ બની જાય.” એ માનવટુંબ આ જગતમાં વસે છે. સૃષ્ટિ પિતાનો મહેલ છે. માનવ માટે તો એનું સર્જન થયું છે. માટે એ મંગળ છે. સત્ય છે, આભાર સાથે એનો ઉપયોગ કરવા માટે છે, એની સેવા લેવા માટે છે. ટૂંકમાં, ઈશ્વર પરમ પિતા, માનવજાત એ એનું કુટુંબ અને સૃષ્ટિ એની વાડી - એ સંબંધો છે.૪૪