________________ ખ્રિસ્તી ધર્મ 173 કરવાનો નિષેધ હોવા છતાં રાજા હેરોદે પોતાના ભાઈની વિધવા સાથે લગ્ન કર્યું હતું. એક વખત હેરોદે જહૉનને તેડાવીને આ લગ્ન બાબતમાં તેમનો અભિપ્રાય પૂક્યો. જહૉન તો સ્પષ્ટવક્તા હતા. તેમણે રાજાના કૃત્યને વખોડી કાઢયું. આથી તેમને જેલમાં પૂર્યા અને આગળ જતાં રાણીની ચઢવણીથી તેમનો શિરચ્છેદ કરાવ્યો. આમ, આ સંતપુરુષના જીવનનો કરુણ અંત આવ્યો. 2. ઈસુ ખ્રિસ્તનું જીવન અને કાર્ય : ઈસુના જીવન વિશેની આધારભૂત માહિતીનો અભાવ હોવાથી તેમનાં વિવિધ જીવનચરિત્રોમાં એકસૂત્રતા જળવાતી નથી. ઈસુનો જન્મ બેથલેહેમ નામના ગામમાં ડિસેમ્બર મહિનાની ૨૫મી તારીખે મધરાતે થયો હતો એમ મનાય છે. (ઈસુની યાદગીરીમાં ઈસવીસનનો આરંભ થયો છે.) ઈસુનાં માતાનું નામ મેરી અને પિતાનું નામ યોસેફ હતું. તેમના પિતા સુથાર હતા. ઈસુ વિશે જન્મ પછીનાં બાર વર્ષ સુધી કંઈ માહિતી મળતી નથી. બાર વર્ષના ઈસુ તેમનાં માતા-પિતા સાથે જેરુસલેમના મંદિરમાં પેસોવરના ઉત્સવ પ્રસંગે ગયા હતા અને પૂજારીઓ સાથે કેટલીક ધાર્મિક ચર્ચાઓ કરી હતી. આનો અર્થ એ થયો કે ઈસુને નાનપણથી જ ધાર્મિક બાબતમાં રસ હતો. આ પ્રસંગ પછી લગભગ અઢાર વર્ષ સુધીની કોઈ માહિતી મળતી નથી. ત્રીજા વર્ષની ઉંમરે ઈસુએ જહોનના હાથે દીક્ષા ગ્રહણ કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. જહોનના ઉપદેશનું અગાઉ આપણે નિરૂપણ કરી ગયાં છીએ. ઈસુ જહોનના ઉપદેશથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. મહાત્મા જહોને જોર્ડન નદીમાં ઈસુને સ્નાન કરાવી દીક્ષા આપી. જહોનના ઉપદેશનું મનન કરતાં કરતાં તેઓએ ચાલીસ દિવસ સુધી પાસેના જંગલમાં અનશનવ્રત લઈને એક આસને બેસીને તપશ્ચર્યા કરી. જેવી રીતે ગૌતમ બુદ્ધની તપશ્ચર્યા દરમિયાન અંતઃશત્રુઓએ તેમની આકરી કસોટી કરી હતી તે રીતે ઈસુ ખ્રિસ્તને પણ અનેક પ્રકારનાં દુન્યવી પ્રલોભનોએ ધસી આવી ચલિત કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈસુ ખ્રિસ્ત આ પ્રલોભનોમાં ફસાયા નહિ. આના પરિણામે એમને ધર્મતત્ત્વનો બોધ થયો અને ખાતરી થઈ કે જહોન બેપ્ટિસ્ટની ભવિષ્યવાણીને સમર્થ પુરુષ પોતે જ છે. તેમને પોતાની લાગવા માંડ્યું કે પોતે યહૂદીઓના “મેસીઆહ’ છે. ઈસુએ જહૉનની માફક જાહેરાત કરી : ““પ્રભુનું સામ્રાજ્ય ખૂબ નજીકના સમયમાં આવી રહ્યું છે તેથી પોતાનાં પાપ માટે અનુતાપ કરો. પ્રભુ પિતા છે. તે સર્વને માફી આપશે.” યહૂદી પ્રજાનો મૂળ ધર્મ હતો તેના પર અંધશ્રદ્ધા અને અંધકારનાં પડ ચડી ગયાં હતાં. તેને દૂર કરવાનો ઈસુએ પ્રયાસ કર્યો. પૂજારીઓ અને આચાર્યોએ ધર્મને નામે જે અનિષ્ટોને પોપ્યાં હતાં તેનો ઈસુએ પ્રતિકાર કર્યો. અંધશ્રદ્ધા, વહેમ અને કર્મજડતાને દૂર કરવા તેમણે કમર કસી. “માનવસેવા એ