________________ પ્રકરણ-૧૧ ખ્રિસ્તી ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 1. ઉદભવ અને વિકાસ સાંસ્કૃતિક સંદર્ભમાં ધર્મનું પ્રાણતત્ત્વ સ્પષ્ટ કરતો સામાન્ય પરિચય જોઈએ. આ ધર્મનું નામ તેના સ્થાપક ઈસુ ખ્રિસ્તના નામ પરથી પડેલું છે. “ખ્રિસ્ત એટલે તારનાર અને ખ્રિસ્તી એટલે વિશ્વાસી, ઉદ્ધારક ઈસુના ઉપદેશમાં વિશ્વાસ ધરાવનારાઓ ખ્રિસ્તીઓ કહેવાય છે. ખ્રિસ્તી ધર્મે ઈશ્વરપ્રેમ, ઈશ્વરકૃપા અને માનવપ્રેમ જેવા ઉચ્ચ આદર્શોનું પ્રતિપાદન કરી જગતમાં પોતાનું અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈસુ ખ્રિસ્તના જીવન અને કાર્યનો પરિચય મેળવતાં પહેલાં કેટલીક ઐતિહાસિક પૂર્વભૂમિકા જાણવી ઉપકારક થઈ પડશે, કેમકે એ ભૂમિકાના સંદર્ભમાં જ ઈસુ ખ્રિસ્તના કાર્યની યોગ્ય મુલવણી થઈ શકે. યહૂદી ધર્મના અભ્યાસ વખતે આપણે જોઈ ગયાં છીએ કે યહૂદી ધર્મના સ્થાપક મોઝીઝ અને અન્ય સંતપુરુષોએ યહૂદી પ્રજાના ઉત્કર્ષ માટે ઘણા સારા સિદ્ધાંતો આપ્યા હતા : “ઈશ્વર એક અને અદ્વિતીય છે. માનવ તેનું પ્રતિબિંબ છે. આત્મા અમર છે. પ્રત્યેકને પોતાના પાપ અને પુણ્યનો બદલો મળે છે.” આવા સારા સિદ્ધાંતો કાળક્રમે વિસારે પડ્યા અને યહૂદી ધર્મમાં ફેરિસી, સેવ્સી વગેરે પેટાપંથો ઉદ્ધવ્યા. ઈસુના જન્મ સમયે ફેરિસીઓનો પ્રભાવ વધારે હતો. આ પંથના અનુયાયીઓ રૂઢિવાદી હોવાથી તેઓ જડ કર્મકાંડીઓ બની બેઠા હતા. બાહ્યાચાર અને આડંબરને જ ધર્મનું સાચું સ્વરૂપ સમજવા લાગ્યા હતા. જેરુસલેમમાં આવેલ યહૂદીઓના મુખ્ય દેવળમાં પૂજા કરવાનો તથા બલિદાન ચડાવવાનો અધિકાર અમુક પૂજારી વર્ગનો જ હતો. આ પૂજારીઓના પૂજાના વારા બાંધેલા હતા. પૂજારીઓમાંથી એક મહાપૂજારીને ચૂંટી કાઢવામાં આવતો હતો. આ પૂજારીઓ ઉપરાંત બીજો એક શાસ્ત્રીઓને કે આચાર્યોનો વર્ગ પણ હતો. આચાર્યોનો આ વર્ગ ધર્મ અને આચારની બાબતમાં નિર્ણય આપતો. પૂજારીઓ અને આચાર્યોના નિર્ણયોનું લોકોએ ફરજિયાત