________________ 152 જગતના વિદ્યમાન ધર્મો સ્વચ્છતાના આ આગ્રહને લીધે જ પારસીઓ શબને દાટતા કે બાળતા નથી, માંસાહારી પક્ષીઓને ખાવા દે છે, કદાચ સ્વચ્છતા સાથે મૃત્યુ પછી પણ પરોપકાર કરવાનો ખ્યાલ આમાં સમાયેલો છે. સંક્ષેપમાં, જરથોસ્તી નીતિનો ખ્યાલ પ્રો. દાવરના શબ્દોમાં જોઈએ તો, “અમારા ધર્મમાં પહેલું સ્થાન સત્યને મળે છે. કૉલકરારનું પાલન, પાકદિલી, ન્યાયબુદ્ધિ, પ્રામાણિકપણું, ડહાપણ ને મર્યાદાશીલતાને પણ વખાણવામાં આવ્યાં છે. જ્યારે અસત્ય, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન અને આળસનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. સુખના વખતમાં શાન્તિ અને સંયમ અને આપત્તિના સમયમાં વૈર્ય અને સંપૂર્ણ ઈશ્વપ્રણિધાન રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. વડીલો પ્રત્યે માન અને ગરીબો પ્રત્યે પ્રેમ રાખવાનો બોધ આપવામાં આવ્યો છે.૨૮ ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ: જરથોસ્તી ધર્મનાં પુસ્તકો જોતાં તેમાં ઈશ્વર, તેના ગુણો, તેના ફિરતાઓ, તેનાં પ્રતીકો વગેરેની સ્તુતિ જોવા મળે છે. પરમેશ્વર સાથેનો નિકટ સંબંધ ભક્તિભાવનાથી સ્થપાય છે અને ઉત્તમ ભક્તિ ઉત્તમ કાર્યો વિના નકામી છે અથવા શકય જ નથી એમ આ ધર્મ માને છે. આથી જ, પશુહત્યા, બલિદાન વગેરેથી કરવામાં આવતી ઈશ્વરસ્તુતિને સ્થાને જરથુષ્ટ પવિત્ર મન, પવિત્ર કર્મ, પવિત્ર વાણી દ્વારા થતી સ્તુતિ મહત્ત્વની ગણી. ભક્ત પોતે કેવી રીતે વર્તશે અને કેવી રીતે નહીં વર્તે તે પણ જરથોસ્તી ભક્ત પ્રાર્થના વખતે અહુરમઝદને જણાવે છે. જેમકે, તે સંઘર્ષ, અસત્ય વગેરેથી દૂર રહેશે અને સત્કર્મ કરશે. આવા શુભ સંકલ્પ સાથે તે પરમાત્માના મહિમાનું નીચેની રીતે ગાન કરે છે : ઓ અષો અહુરમઝદ ! આ સમસ્ત વિશ્વમાં નજરે પડતા અષોઈના કાયદાનો પિતા તારા સિવાય કોણ છે ? આ સૂર્ય અને તારાઓને પોતપોતાને માર્ગે ચાલવાનું તારા સિવાય કોણે નીમી આપ્યું છે? આ ચન્દ્રના ચળકાટમાં તારા સિવાય કોનાથી વધઘટ થાય છે ? આ પૃથ્વીને તારા વિના કોણે અદ્ધર ટેકવી રાખી છે? પવન ને વાદળાં જોડીને તેને આવી રીતે ઝડપથી ઊડતાં કોણે કર્યા છે? આ જગતમાં જ્યાં જોઈએ ત્યાં ઉત્તમ ડહાપણ દેખાય છે તે તારું નહીં તો કોનું છે? તેજ અને અંધકાર, નિદ્રા અને જાગૃતિ રચવામાં તારી કરામત કેટલી બધી છે?”૨૯ અગ્નિ : જરથોસ્તી ધર્મમાં અહુરમઝદના પ્રતીક અગ્નિ(આતશ)નું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. જરથોસ્તીઓ અગ્નિ અને અગ્નિને કારણે જેમાં પ્રકાશ છે તેવાં સૂર્ય જેવાં