________________ જરથોસ્તી ધર્મ 149 4. ખોર્દેહ અવસ્યા : આ રોજની પ્રાર્થના માટે જેમનો ઉપયોગ થઈ શકે તેવા મંત્રોનો સંગ્રહ છે. આમ ખોર્દેહ અવસ્તા એ અવસ્તાનો ખુર્દો કે નાના અવસ્યા છે. 11 તાત્ત્વિક સિદ્ધાંતો : પ્રો. દાવર કહે છે કે, “અમારો ધર્મ જેટલો નીતિપ્રધાન છે તેટલો તત્ત્વચિંતનપ્રધાન નથી. એનામાં ફિલસૂફી છે પણ તે હિન્દુ ધાર્મિક ફિલસૂફી જેટલી ઊંડી નથી. અમારો ધર્મ સહેલો, સાદો, વ્યવહારુ છે.”૧૨ આમ છતાં જરથોસ્તી ધર્મમાં નીચેના તાત્ત્વિક સિદ્ધાંતો સ્પષ્ટ રીતે સ્વીકારાયા છે. 1. એકેશ્વરવાદ : જરથોસ્તી ધર્મ એક જ ઈશ્વરમાં માને છે, જેને તે અહુરમઝદના નામે ઓળખાવે છે. મઝદ = જ્ઞાની અને અહુર = અસ્તિત્વનો દાતા. આમ, અહુરમઝદ એટલે “મહાજ્ઞાની અસ્તિત્વનો દાતા.” ગાથામાં અહુરમઝદનું નીચે મુજબનું વર્ણન છે. “અહુરમઝદ મહાજ્ઞાની છે. તે પોતાની વાણીથી શબ્દ શીખવે છે. પોતાના હાથે શુભ-અશુભને વહેંચે છે. સ્વર્ગીય દુનિયામાં રહે છે. તે માત્ર પર નથી, અંતર્યામી પણ છે. તેણે વિશ્વ સજર્યું, પ્રકાશ સજર્યો, વોટુમન (ભલું મન), અરમાઈતી (પવિત્રતા), અમરતાન (અમરતા) સર્યો. તે આકાશને પડતું બચાવે છે. પાણી અને વૃક્ષોને સર્જે છે. મનુષ્યને સ્વતંત્ર બુદ્ધિશક્તિ આપે છે.”૧૩ દસ્તૂર ધોલા જણાવે છે કે ““ગાથામાં જરથુષ્ટ્ર જાણીજોઈને જ અન્ય દૈવી તત્ત્વોનો ઉલ્લેખ નથી કર્યો. દાદુર અહુરમઝદ સિવાય બીજા કોઈ ઈશ્વર નથી. એ જ એનો અર્થ હોવો જોઈએ.”૧૪ 2. કર્મનો સિદ્ધાંતઃ જરથોસ્તી ધર્મ પ્રવૃત્તિનો પુરસ્કર્તા ધર્મ છે. આ ધર્મ માણસને ભાગે આવેલું કર્મ આનંદ અને શુભકામનાથી બજાવવા પર ભાર મૂકે છે. “સત્કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ' એમ આ ધર્મ પણ માને છે. રોજિંદા કર્મો તો કરવાનાં જ પણ પવિત્રતા અને ભલાઈનાં કર્મો ખાસ કરવાનાં એમ આ ધર્મ જણાવે છે. મનુષ્ય કર્મ કરવાને સ્વતંત્ર છે અને તેનાં સ્વતંત્ર રીતે કરેલાં કર્મો જ પરિણામ માટે જવાબદાર છે. યગ્ન ૪૩-૧૬માં જરથુષ્ટ્ર સ્પષ્ટપણે જણાવ્યું છે કે કર્મ પ્રમાણેનું ભાવિ ઈશ્વર નિર્માણ કરે છે. 3. જીવાત્માની મરણોત્તર અવસ્થા : જરથોસ્તી ધર્મમાં પુનર્જન્મનો ખ્યાલ આપવામાં આવ્યો નથી પણ મરણોત્તરઅવસ્થાનો ખ્યાલ આપવામાં આવ્યો છે. કર્મ પ્રમાણે સ્વર્ગ અને નર્કનો ખ્યાલ પણ આ ધર્મ આપે છે. જેણે સત્કૃત્યો કર્યા છે તે સ્વર્ગીય (મિનોઈ) દુનિયામાં જશે અને ખરાબ કર્મ કરનાર નરક (દોજખ)માં જશે એમ આ ધર્મ માને છે.