________________ જરથોસ્તી ધર્મ 147 દબાવીને, ખંજરથી મારીને, અગ્નિથી બાળીને, ઢોર નીચે ચગદાવીને એમ અનેક પ્રયત્નોથી જરથુષ્ટ્રને મારવાનો યત્ન થયો પણ કૃષ્ણને મારવાના કંસના પ્રયત્નો જેમ નિષ્ફળ ગયા હતા તેમ દુરાસરૂનના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા, તેમ મનાય છે. પૌરુશસ્પે જરથુષ્ટ્રને સાત વર્ષની ઉંમરે ભણવા મૂક્યા. તેઓ ઉત્તમ કેળવણી પામ્યા. તેઓ પંદર વર્ષના થયા ત્યારે તેમના પિતાએ મિલકતની જે વહેંચણી કરવા માંડેલી તેમાંથી જરથુષ્ટ્ર માત્ર કુશ્તી (જનોઈ, કમરબંધ) જ લીધી. આનંદશંકર ધ્રુવ આનો અર્થ એવો કરે છે કે જરથુષ્ટ્ર માનવજાતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવા કમર કસી. જરથુષ્ટ્ર વીસ વર્ષના થયા ત્યારે તેમના મુલકમાં દુકાળ પડ્યો. તેમણે તે વખતે પશુઓ, વૃદ્ધો તથા ગરીબોને મદદ કરી. ત્યારબાદ જરથુષ્ટ્ર પહાડ પર એકાંત જીવન ગુજારવાનું શરૂ કર્યું. સાદો ખોરાક લઈ તેમણે પહાડ પર દશ વર્ષ વિતાવ્યાં અને અહુરમઝદ (પરમાત્મા)નું જ્ઞાન મેળવ્યું. આ ઈશ્વર-સાક્ષાત્કાર દરમિયાન જરથુષ્ટ્ર અહુરમઝદને સૃષ્ટિના સ્વરૂપ અને મનુષ્યના કર્તવ્ય સંબંધી કેટલાંક પ્રશ્નો કર્યા. જરથુષ્ટ્રને પણ પૂછવામાં આવ્યું કે “તારી શી મહેચ્છા છે?” અને તેમણે જવાબ આપ્યો કે “પવિત્ર જિંદગી જીવીને વધુને વધુ પવિત્રતા હાંસલ કરવાની મારી મહેચ્છા છે.” સાક્ષાત્કાર પછી નિવૃત્તિમય જીવન જીવવાને બદલે જરથુષ્ટ પવિત્રતાનો સંદેશ ફેલાવવાની પ્રવૃત્તિ આદરી, કારણ કે માનવજાતિ પ્રત્યેની ફરજ બજાવવા તેમણે કમર કસી હતી. સમાજમાં પાછા ફરીને તેમણે મિથ્યા વ્રતો, નિયમો ને રિવાજોની ટીકા કરી. પશુહત્યાનો વિરોધ કર્યો. પ્રાચીન ધર્મનાં સારાં પાસાંને જાળવી ખોટાંને રદ કરી નવી વિચારધારા, નવાં સત્યો જે તેમને સાક્ષાત્કારમાંથી સાંપડ્યાં હતાં, તેમને ઉપદેશવા તેમણે છેક સીસ્તાન સુધી મુસાફરી કરી." તેમને તો ઘર, મહોલ્લા, ગામ, દેશ અને પછી મુકોમાં ધર્મ પ્રસરાવવો હતો. જરથુષ્ટ્ર વ્યવહારુ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને જો રાજકુટુંબ પોતાનો ધર્મ સ્વીકારે તો એ ધર્મ ઝડપથી પ્રજા સ્વીકારે એમ માની તેમણે બખના રાજા ગુસ્તાસ્પ પાસે જવાનું નક્કી કર્યું. દશ વર્ષે તેમને મેદ્યોમા પ્રથમ શિષ્ય મળેલો. આ ઉપરાંત કૂશોરકાર અને જામાસ્પ પણ તેમના શિષ્યો થયા હતા. રાજા ગુસ્તાસ્પનો ઘોડો માંદો પડ્યો હતો. જરથુષ્ટ્ર શરત મૂકી જણાવ્યું કે “હું જો એ ઘોડાને સાજો કરું તો રાજકુટુંબે હું જે ધર્મ ઉપદેશું છું તેનો સ્વીકાર કરવો.” રાજાએ એ શરત સ્વીકારી અને ઘોડો સાજો થતાં રાજકુટુંબે આ ધર્મ અંગીકાર કર્યો. રાજાએ સ્વીકારેલા ધર્મને પ્રજા પણ ઝડપથી સ્વીકારે એ સ્વાભાવિક છે અને આમ આ ધર્મનો ખૂબ પ્રસાર થયો. ઈરાન અને તુરાનમાં આ ધર્મ ઝડપથી પ્રસરી રહ્યો હતો તે અટકાવવા તુરાનના રાજા અજાણ્યે યુદ્ધ જાહેર કર્યું. પ્રથમ લડાઈ વખતે ઈરાન જીત્યું પણ બીજી વખતે ઈરાનની હાર થઈ. તે સમયે તુરબરાસુર નામના દુષ્ટ માણસે જરથુષ્ટ્રને માર્યા. આનંદશંકર ધ્રુવ કહે છે કે, “આ બનાવ જરથુષ્ટ્ર ધર્મોપદેશ આપવાનું શરૂ કર્યા પછી ૪૭મે વર્ષે, એટલે જરથુષ્ટ્રના ૭૭મા વર્ષે બન્યો.”