________________ 11 2 જગતના વિદ્યમાન ધર્મો જે અત્યંત અપરિવર્તનશીલ હોય, નિત્ય હોય, શાશ્વત હોય. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું છે કે કોઈ પણ વસ્તુનો અત્યંત ઉચ્છેદ થતો નથી. વાસ્તુ શાશ્વત પણ ન હોય અને ઉચ્છેદ પામતી પણ ન હોય તો પછી તે કેવી હોય? તે વસ્તુ એક ક્ષણ જ ટકનારી પરંતુ પોતાના જેવી જ બીજી વસ્તુને ઉત્પન્ન કરી મૂકી જનારી હોય. વસ્તુ એક ક્ષણ જ ટકે છે માટે શાશ્વત નથી. અને તે પોતાના પછી પોતાનાં જેવી જ વસ્તુને જન્મ આપી મૂક્તી જાય છે. એટલે એનો અત્યંત ઉચ્છેદ પણ નથી. જેને આપણે સ્થિર યા | નિત્ય વસ્તુ માનીએ છીએ તે ખરેખર તો અનેક એકસરખી ક્ષણિક વસ્તુઓની હાર છે, જેમાં પૂર્વની વસ્તુ ઉપર ઉત્તરની વસ્તુના અસ્તિત્વનો આધાર છે, કારણ કે પ્રતીત્યસમુત્પાદના નિયમથી તેઓ એકબીજા સાથે કાર્ય-કારણરૂપે સંબદ્ધ છે. આવી હારને સંતાન યા સંતતિ કહેવામાં આવે છે. 15 અનાત્મવાદ : ઉપનિષદોએ અપરિવર્તનશીલ શાશ્વત તત્ત્વને સ્વીકારી તેને . આત્મા’ નામ આપ્યું છે. બધી જ વસ્તુઓને પ્રતીત્યસમુત્પન્ન અને ક્ષણિક માનનાર બુદ્ધ આવા આત્માને કેવી રીતે સ્વીકારી શકે ? તેમણે આવા આત્માનો સ્વીકાર ન કર્યો હોવાથી તે અનાત્મવાદી કહેવાય છે. ઉપનિષદોએ જે આત્માતત્ત્વ સ્વીકાર્યું છે તે ચિત્તથી પર છે. બુદ્ધ ચિત્તથી પર એવા કોઈ તત્ત્વને સ્વીકારતા નથી. તેમને મન ચિત્ત જ પરમ તત્ત્વ છે, ચિત્તથી પર કોઈ તત્ત્વ નથી. તે સ્વભાવથી પ્રકાશમય છે અને તેના મળો આગંતુક છે. 17 આગંતુક મળોને દૂર કરી ચિત્તને તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરવા માટેનો જ બુદ્ધનો પરમ ઉપદેશ છે. અનીશ્વરવાદઃ જગતની દરેક વસ્તુ પોતાના અસ્તિત્વ માટે પોતાના કારણને આધીન છે, તેને ઈશ્વરનું કોઈ પ્રયોજન નથી. પ્રતીત્યસમુત્પાદવાદનો આ ફલિતાર્થ છે, તેથી બુદ્ધ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. જગતનો કોઈ એક કર્તા તેમને માન્ય નથી. સુખદુઃખનું કારણ પોતાના કર્મો જ છે. સુખદુઃખના દાતા તરીકે ઈશ્વરને માનવાની જરૂર નથી. બુદ્ધ પોતાને કેવળ દુઃખમુક્તિનો માર્ગ દેખાડનાર ગણે છે. બાકી તો માર્ગના પથિકે પોતે જ ચાલવાનું છે. તેણે પોતે જ પુરુષાર્થ કરવાનો છે. પોતાનું કર્મ જ પોતાનું તારક છે. પોતે જ પોતાનો તારણહાર છે, બીજો કોઈ તારણહાર નથી. કર્મસિદ્ધાંત અને પુનર્જન્મ : દ્વાદશાંગ ભવચક્રની ધરી કર્મસિદ્ધાન્ત છે. કર્મ અને તેના ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ચાલ્યા કરે છે. કર્મ જ ફળનું કારણ છે અને કર્મ જ પુનર્જન્મનું કારણ છે.૧૯ આ જન્મમાં કરેલાં કેટલાંક કર્મનું ફળ આ જન્મમાં મળતું નથી. પરંતુ તેમનું ફળ તો કાર્યકારણના નિયમ અનુસાર મળવું જ જોઈએ. આથી પુનર્જન્મનો સ્વીકાર કરવો પડે છે. જગતમાં મનુષ્યો બુદ્ધિમાન-મંદબુદ્ધિ, ગરીબ-તવંગર, અલ્પાયુ-દીર્ધાયુ જણાય છે. કર્મને સ્વીકાર્યા વિના આવા ભેદનો ખુલાસો થઈ શક્તો નથી. આપણે ઘણીવાર જોઈએ છીએ કે સજ્જન માણસ સુકાર્ય કરવા છતાં આ જન્મમાં તેના ફળરૂપ સુખ પામતો નથી. તેથી, કોઈની કર્મસિદ્ધાન્તમાંથી શ્રદ્ધા ન ડગી જાય? બૌદ્ધ ધર્મ કહે છે કે કર્મોના બે પ્રકાર છે 1 ટકા છે.