________________ 5 જ્ઞાનાષ્ટક मिथ्यात्वशैलपक्षच्छिद् ज्ञानदंभोलिशोभितः / निर्भयः शक्रवद् योगी नन्दत्यानंदनंदने // 7 // ભાષાર્થ:- મિથ્યાત્વરૂપી પર્વતની પાંખે છેદનાર જ્ઞાનરૂપી વજથી શોભતા ઇંદ્રસમાન નિર્ભય ભેગી આનંદરૂપી નંદનવનને વિષે કીડા કરે છે. અનુવાદ: મિથ્યા-ગિરિ–પ ચૌરી, જ્ઞાનવજી સહાય; મુનિ નિર્ભય "હરિસમ રમે, આનંદનંદનમાંય. 7 જ્ઞાનમંજરી –રતત્રયરૂપ મોક્ષમાં ઉપયોગ રાખનાર યેગી આત્માનંદરૂપ નંદનવનમાં કીડા કરે છે. તેની પેઠે ? ઇંદ્રની પેઠે. યોગી કેવા થયા છે? મિથ્યાત્વ-વિપર્યાસ તે જ પર્વત, તેની (સને તે અસત્ માનવું અને અસતને સત્ માનવારૂપ) પાંખો છેદનાર જ્ઞાનરૂપ વજથી શોભી રહ્યા છે, મિથ્યાત્વને તેડનાર જ્ઞાનરૂપ વજી સહિત સમ્યકજ્ઞાન-દર્શનચારિત્રમાં પરિણમેલા યેગી શુદ્ધ આત્માના આનંદરૂપ નંદનવનમાં કીડા કરે છે. 7 पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् / अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः // 8 // ભાષાર્થ - સમુદ્રમાંથી નહીં ઊપજેલું અમૃત, જરામરણ હરે તેવું રસાયન પણ ઔષધિઓથી તૈયાર કરેલું નહીં, હાથી-ઘડા આદિ અન્યની અપેક્ષા વગરનું ઐશ્વર્યઠકુરાઈ (બીજુ ઠાકર પણું તે અન્યની અપેક્ષાએ છે) તે જ્ઞાન છે, એમ મેટા પંડિતએ કહ્યું છે. 1 ઇદ્ર