SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 3 સ્થિરતાષ્ટક 51 જેમને થયું છે, તેમને જનસમૂહરૂપ ગામ કે નિર્જન જંગલ સરખાં છે, એટલે ઈષ્ટ, અનિષ્ટપણને અભાવ છે; દિવસ કે રાત્રિ પણ સરખાં છે, રાગદ્વેષ રહિતપણે સમ પરિણામ હોય છે. 5 स्थैर्यरत्नप्रदीपश्चेद् दीप्रः संकल्पदीपजैः / तद्विकल्पैरलं धूमै-रलं धूमैस्तथाऽऽस्रवैः // 6 // ભાષાર્થ –સ્થિરતારૂપ રતને દેવે જે સદા દેદીપ્યમાન છે તે સંકલ્પરૂપ દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પ ધુમાડાનું શું કામ છે ? ધુમાડાની પેઠે આસવનું પણ શું કામ છે? પ્રાણાતિપાત (હિંસા) આદિ આસવથી સંકલ્પરૂપી દીપકનું તેજ ઝાંખું, ક્ષીણ થઈ જાય છે અને ઘણે ધુમાડો થવાથી ચિતરામણ ચીતરેલાં ઘરને મલિન, કાળાં કરી નાખે છે. તે માટે સદા પ્રકાશિત, નિર્મળ રનદીપક સમાન સ્થિરતા જ આદરવી. અનુવાદ ; સ્થિરતા-રનર્દો દૌપે, ત્યાં ન ધુમાડે હોય; ' ના સંકલ્પ-વિકલ્પ ધૂમ, આસવ મેશ ન જોય. 6 - જ્ઞાનમંજરી –જે કે પુરુષ પાસે સ્થિરતારૂપી રતદીપક દેદીપ્યમાન, જળહળતો હોય તે સંકલ્પરૂપી ગાતેલના દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધુમાડાથી હેરાન થવાની શી જરૂર છે? પરચિંતાને આધારે થતી અશુદ્ધ ચંચળતારૂપ સંકલ્પ, અને વારંવાર તેનું સ્મરણ થવારૂપ વિકલ્પ, એમ સંકલ્પવિકપરૂપ ધુમાડા વિના ચાલે તેમ છે, જેને સ્વરૂપમાં
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy