________________ 2 મગ્નાષ્ટક નિજ વસ્તુરૂપ ધર્મનું શ્રવણ દુર્લભ છે, જિતેન્દ્રિય પુરુષનું સુખ કહેવું દુર્લભ છે, વસ્તુ સ્વરૂપ ધર્મના સ્પર્શથી તેમાં તન્મય થવું તે ધીર પુરુષોમાંના કેઈકના ભાગ્યમાં હોય છે. 3 તેથી વસ્તુસ્વરૂપ-આત્મસ્વરૂપ–ધર્મની ફરશના(સ્પર્શ)થી પરમ શીતળીભૂત થયેલા મહાત્માઓ પરમ પૂજ્ય જ છે. यस्य दृष्टिः कृपावृष्टिः गिरःशमसुधाकिरः / तस्मै नमः शुभ ज्ञान-ध्यानमग्नाययोगिने // 8 // ભાષાર્થ - જેની નજરમાં કરુણાને વર્ષો પ્રવાહ છે, જેની વાણીથી ઉપશમરૂપ અમૃતને છટકાવ થાય છે, અને ભલું સમ્યકજ્ઞાન અને ધ્યાન તેમાં જે મગ્ન, લીન રહે છે એવા યેગી, એગમાર્ગના સ્વામીને નમસ્કાર હે અનુવાદ - 1 કૃપાવૃષ્ટિ આ દ્રષ્ટિમાં, શમ-અમ-શબ્દ પ્રવાહ સુજ્ઞાનધ્યાન મગ્ન આ, ગ નમું, વદ વાહ! 8 જ્ઞાનમંજરી - શુભ એટલે શુદ્ધ, યથાર્થ જ્ઞાન; ભેદજ્ઞાનથી સ્વ અને પરને ભિન્ન જાણે સ્વસ્વરૂપમાં તન્મયપણને અનુભવ તે ધ્યાન; તેમાં મગ્ન, મન, વચન, કાયાને રોકનાર, રાત્રયના અભ્યાસથી શુદ્ધ સાધ્યને સાધનાર ગીને નમસ્કાર હો ! કેવા ગીને ? જેની દ્રષ્ટિ પરમ કરુણા વર્ષાવતી છે, જેની વાણુને સમૂહ, કોધાદિના ત્યાગ રૂપ શમ તે રૂપ જ અમૃતને છંટકાવ કરે છે, જેની નિરંતર કૃપાભરી દ્રષ્ટિ, શમરૂપ અમૃતમય વાણી છે તેવા યેગીને નમસ્કાર હો!