________________ 2 મગ્નાષ્ટક 41 शमशैत्यपुषो यस्य विग्रुषोऽपि महाकथाः / किं स्तुमो ज्ञानपीयूषे तत्र सर्वाङ्गमग्नता ? // 7 // ભાષાર્થ :- જેના ઉપશમની શીતળતાને પિષનાર બિદુની પણ મોટી વાત છે, જ્ઞાનાદિ દૃષ્ટાંતે-તે જ્ઞાનામૃતમાં સર્વોગે મગ્નતાની શી સ્તુતિ કરું ? જે જ્ઞાનામૃતના બિંદુરૂપ ધર્મકથા સાંભળતાં મહા સુખ ઊપજે તે જ્ઞાનામૃતમાં જે સવાંગ મગ્ન હેય તેના સુખની શી વાત ? જે અનુભવે તે જાણે. અનુવાદ - શમ શીતળતા નિધિના, બિંદુની શી વાત? જ્ઞાનામૃતમાં મગ્નતા, સર્વાગે સ્તુતિપાત્ર. 7 જ્ઞાનમંજરી - શમ એટલે ઉપશમ, રાગદ્વેષને અભાવ, આત્મામાં તત્ત્વરસિકપણું નિર્ધારીને, ઈષ્ટ અનિષ્ટ વસ્તુ પ્રત્યે થવા ગ્ય રાગદ્વેષની શાંતિ, રાગ-દ્વેષ (મૂળ) વસ્તુનાં પરિણામ નથી, પરંતુ વિભાવથી થયેલી, અશુદ્ધ, ભ્રાંતિની પરિણતિ છે, તેમજ પુદ્ગલ આદિની શુભાશુભ પરિણતિ કઈ જીવને નિમિત્તે થયેલી નથી, પરંતુ પુરાવું અને ગળી જવું (નવા જૂની થવી) એ તેને પરિણામ ધર્મ છે. રૂ૫ આદિ કર્મફળને લઈને છે ત્યાં રાગદ્વેષ કરવા તે ભ્રાંતિ જ છે. કહ્યું છે કે - कणगो लोहो न भणइ, रागो दोसो कुणंतु मज्झ तुमं / नियतत्तविलुत्ताणं एस अणाईअ परिणामो // ભાવાર્થ સુવર્ણ કે હું એમ નથી કહેતાં કે