________________ ઉપસંહાર 441 ભાષાર્થ :–ભાવસમૂહરૂપ પવિત્રકામધેનુના છાણની ગાર વડે સર્વત્ર ભૂમિ લીંપી છે, સમતા જળ છાંટી છે; વિવેકરૂ૫ ફૂલમાળાઓ માર્ગ સ્થાપી છે, અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલ એ (મંગલરૂ૫) કામકુંભ આ શાસ્ત્ર સ્વરૂપે મોખરે રાખે છે, તે સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ શુદ્ધ આત્માએ બત્રીસ અધિકારે (સર્વ જીવે) અપ્રમાદ–નગરમાં પિસતાં પિતાનું જ મંગલિક કર્યું. અનુવાદ : ભાવ-સમૂહ શુભ લીંપણે લીપી બધી ભૂમિ અહીં, સમતા જળે સીંચી, અલંકૃત માર્ગ પુષ્પ-વિવેકથી; કામકુંભ ભર્યો પૂરો અધ્યાત્મ અમૃત નીતરતાં, આ ગ્રંથ પૂર્ણાનંદઘન મંગલરૂપે પુર પિસતાં. 16 જ્ઞાનમંજરી પૂર્ણાનંદઘન એટલે શુદ્ધ આત્મજ્ઞાન મહેદય (નિર્વાણ અપ્રમત્તતા) નગરમાં જ્યારે પ્રવેશ કરે છે તે વખતે પિતે મંગલ કર્યું એવું વાક્ય છે. અનાદિ સંસારમાં ચાલ્યાં આવતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગરૂપ ચાર કારણે વડે સંઘરેલાં જ્ઞાનાવરણાદિ કર્મોથી આવરણ પામેલા અનંત પર્યાયવાળા જીવને આત્મસાધનની પ્રાપ્તિ થઈ નથી, તેથી વિષમ રોગ, શેક આદિ કાંટાથી ભરેલા, અંતરાયના ઉદયથી આહાર આદિ ગની પ્રાપ્તિ જ્યાં ન થવાથી અરતિના સંતાપથી બળતા, મહા વ્યસન (સંકટો)રૂપ હજાર સિંહ, વાઘથી વ્યાપેલાં કુપ્રવચનને આધારે વર્તનારા આડ અવાજેથી ભયંકર, કુદેવરૂપ વેતાલના ત્રાસવાળા, ઈન્દ્રિયના