________________ ઉપસંહાર 431 અહીં આનંદ અને સમતાવાળા, સ્વભાવના સુખમાં લીન મહાત્માઓને વાનગી(અંશ)રૂપે મોક્ષસુખ હેવાથી ઉપચારથી મેક્ષને આરેપ કર્યો છે. કેવા મહાત્માઓને ? વિકાર રહિત, પુદ્ગલના સંગરૂપ બાધાથી રહિત, જેમને તત્ત્વજ્ઞાનમાં એકતારૂપ ચારિત્ર પ્રાપ્તિ છે. વળી કેવા મહાત્માને? સર્વથા પુદ્ગલની આશાથી રહિત, નિવછક મહાત્માને અહીં જ મોક્ષ છે. 6 . चित्तमाीकृतं ज्ञान-सारसारस्वतोमिभिः / नामोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् // 7 // ભાષાર્થ જ્ઞાનના સાર (જ્ઞાનસાર)રૂપ સરસ્વતીના કલેલે વડે જેણે મનને ભીનું કર્યું છે તેને તીવ્ર (આકરા) મેહરૂપ અગ્નિના દાહથી શેષરૂપ પીડા ન થાય. અનુવાદ : જ્ઞાનસાર સરસ્વતી-કલેલે ભીંજાય; મન જેનું, તેની ટળે મેહ-દાહની લાય. 7 જ્ઞાનમંજરી - જ્ઞાનસાર નામના ગ્રંથની વાણી (સરસ્વતી)ની ઊમિએ (મેજ) વડે જેમનું હૃદય ભીંજાયું છે તે જીવોને તીવ્ર મેહરૂપ અગ્નિને દાહથી શેષરૂપ પીડા થતી નથી. તેથી જ્ઞાનસારરૂપી આસાર (અખંડ ધારાએ વરસતા વરસાદથી તરબળ થયેલા ચિત્તવાળા ભવ્ય જીને મેહરૂપ અગ્નિને તાપ લાગતું નથી. 7 તે જ વાત ફરી કહે છે - अचिन्त्या काऽपि साधूनांज्ञानसारगरिष्ठता / गतिर्ययोर्ध्वमेव स्यादधःपातः कदापि न // 8 //