________________ 2 મગ્નાષ્ટક 31 નથી જ, જ્ઞાયકપણું જ છે. તેથી સ્વરૂપના રસિકોને સર્વભાવનું જ્ઞાયકપણું અને સ્વપરિણામિક ભાવનું કર્તાપણું છે. માટે પિતાના આત્મામાં એકાંતે ઊંડા ઊતરીને, અનાદિની ભ્રાંતિથી ભરાઈ રહેલું પરભાવનું કર્તાપણું, ભોક્તાપણું, ગ્રાહકપણું આદિ દૂર કરવા યોગ્ય છે. અખંડ આનંદનું કર્તાપણું આદિ કરવા ગ્ય છે. 3 परब्रह्मणि मग्नस्य श्लथो पौगलिकी कथा। क्वामी चामीकरोन्मादोः स्फारा दारादराः क्व च // 4 // ભાષાર્થ –પરબ્રહ્મમાં જે પુરુષ મગ્ન છે તેને પુદ્ગલ દ્રવ્ય સંબંધીની વાતમાં શિથિલતા (મંદ આદર) હોય છે, તે આ સુવર્ણમાં તેને મોન્મત્તપણું ક્યાંથી હોય? વળી સ્ત્રી પ્રત્યે અત્યંત આદર આદિ પણ ક્યાંથી હોય? અનુવાદ - પરબ્રહ્મ જે મગ્ન તે, બાહ્ય કથા રસ હીન, સુવર્ણમદ ત્યાં શું ટકે? લલના રૃપે ન લીન. 4 જ્ઞાનમંજરી –પરમાત્મામાં તન્મય, અથવા સ્વરૂપ અવકનની રમણતામાં રંગાયેલાને પુદ્ગલ સંબંધી વાતચીત નીરસ ભૂખી લાગે છે પરવસ્તુ ભેગવવા ગ્ય નથી એ જેને નિર્ણય છે તેને પરવસ્તુની વાત પણ ગમતી નથી તે તેનું ગ્રહણ કે તેને આગ્રહ, માન ક્યાંથી હોય? તેથી જ આ ધનમદ કે સુવર્ણમાં મેહ તેને ક્યાંથી હોય? શુદ્ધ આત્મગુણની સંપત્તિવાળાને પરવસ્તુ જાણવાથી સુવર્ણને લેભ જ ન હોય, ગ્રહણુ જ ન હોય; પાપસ્થાનનું કારણ હોવાથી તેમાં મદોન્મત્ત કેમ થાય? વળી સુંદર સ્ત્રી પ્રત્યે