________________ 382 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી–પરમાત્મ સાધન સિવાયના ઉદેશે એટલે પુણ્ય આદિની ઈચ્છારૂપ ઉદ્દેશથી કરેલાં પૂજા આદિ કાર્ય કર્મોને ક્ષય કરવા અસમર્થ છે. ભિન્ન સાધ્યથી એટલે ધર્મરૂપ સાધ્ય રહિત દયા, દાનાદિ ક્રિયા સપ્રવૃત્તિ નથી. બાળકની રમત સમાન કલ્પિત ભિન્ન અધિકારરૂપ કર્મ પુત્રેષ્ટિ આદિની પેઠે કર્મ-ક્ષય કરવા અસમર્થ છે. જેમ પાણી ભરવા ગયેલી સ્ત્રી કૂવા કાંઠે પાણી કાઢવા ઘડાને ગળે ગાળે નાખવાને બદલે પરપુરુષના રૂપથી ચિત્ત વ્યાકુળ થઈ જવાને લીધે પિતાને પુત્ર થાળામાં ઊભે છે તેને ગળે દોરડાને ગાળો ભેરવી સજજડ કરી દુઃખી થાય છે, તેમ સાધ્યને ભૂલીને ક્રિયા કરનાર દુઃખી થાય છે એમ કહ્યું છે. 5 ब्रह्मार्पणमपि ब्रह्म-यज्ञांतर्भावसाधनम् / ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते // 6 // ભાષાર્થ –-કર્મના સ્વકૃત (પિતાનું કરેલું) પણના અહંકારને બ્રહ્મ અગ્નિમાં હોમાય તે બ્રહ્માર્પણ પણ બ્રહ્મ યજ્ઞમાં કર્મયજ્ઞનું અંતર્ભાવ થવાનું કારણ યંગ્ય ગણાય. ब्रह्मार्पणं ब्रह्महविब्रह्माग्निब्रह्मणाहुतम् / ब्रह्मव तेन गंतव्यं ब्रह्म कर्म समाधिना // कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः / स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् // ભગવદ્ગીતા અધ્યાય 4, ગાથા 24-18 ભાવાર્થ –(મુક્તાત્માની અનુભવસિદ્ધ જ્ઞાનવૃષ્ટિમાં) અર્પણ ક્રિયાનાં સાધન બ્રહ્મરૂપ હોય છે, હોમવાની વસ્તુ બ્રહ્મરૂપ હોય છે, અગ્નિ બ્રહ્મરૂપ હોય છે, બ્રહ્મરૂપ કર્તાની