________________ 27 ગ-અષ્ટક 375 ચાર ભેદ વડે વિચારતાં એંશી ભેદે થાય છે. કેગના ક્રમે અગી નામના યોગની પ્રાપ્તિ થાય છે. અગી યોગ એટલે શૈલેશીકરણ વા સર્વ યોગની ચંચળતાથી રહિત યોગ, તે ક્રમે પ્રાપ્ત કરીને વળી સર્વ કર્મને અભાવરૂપ, આત્માની તન્મય અવસ્થા સ્વરૂપ મેક્ષને સંયોગ પ્રાપ્ત થાય છે. એમ કમે યોગસાધનામાં પ્રીતિમાન સર્વ યોગને રાધીને અયોગી થાય છે. 7 स्थानाधयोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि / सूत्रदाने महादोष इत्याचार्याः प्रचक्षते // 8 // ભાષાર્થ :--સ્થાન આદિ બીજા યોગ રહિત હોય તેને તીર્થનું ઉચ્છેદન થશે ઇત્યાદિ કારણે પણ જેવા તેવાને સૂત્ર ન ભણાવવાં. ચૈત્યવંદન આદિ સૂત્ર જેવા તેવાને ભણાવવામાં સૂત્ર—આશાતનારૂપ મહા દોષ છે એમ હરિભદ્ર સૂરિ આદિ આચાર્યો કહે છે. “વિશતિir'માં કહ્યું છે કે - तित्थस्सुच्छे याइवि नालंबण जं स सम एमेव / सुत्तकिरियाइनासो एसो असमंजस विहाणो / / 1 / / ભાવાર્થ :-- અવિધિ અનુષ્ઠાનની પુષ્ટિમાં તીર્થને ઉચ્છેદ થશે એમ કહેવું ઠીક નથી કારણ કે અવિધિ ચાલુ રાખવાથી અસમંજસ અર્થાત્ શાસ્ત્ર વિરુદ્ધ વિધાન ચાલુ રહે છે. જેથી શાસ્ત્રોક્ત ક્રિયાને લેપ થાય છે તે લેપ જ તીર્થને ઉછેદ છે. અનુવાદ : સ્થાનાદિ ગ્યતા વિના, સૂત્રદાન મહાદેષ; ધર્મ કે એ કલ્પના, નિષેધી સૂરિ ગતદોષ. 8