________________ 27 ગ-અષ્ટક 371 અવલંબન લે તે પણ સંસારનું કારણ છે. તેમજ જે સ્વરૂપના આનંદને પિપાસુ (તરા) સ્વરૂપની સાધનાના પ્રથમ કારણ રૂપ વીતરાગ આદિ ગુણેના સમૂહ વડે જિનેશ્વરનું અવલબન લે છે તે જ્યાં સુધી મુદ્રા આદિનું અવલંબન લે છે ત્યાં સુધી રૂપીના અવલંબનવાળે છે. તે જ જ્યારે અહંત કે સિદ્ધના સ્વરૂપનું એટલે જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ અનંત પર્યાયથી વિશુદ્ધ શુદ્ધ અધ્યાત્મ ધર્મનું અવલંબન લે છે, ત્યારે તે અરૂપી અવલંબનવાળો કહેવાય છે. અહીં ભાવના કરવા ગ્ય છે કે અનાદિથી જીવ મૂર્ત પુદ્ગલના સ્કના અવલબનવાળો છે, તે પ્રથમથી જ અમૂર્ત આનંદરૂપ એવા સ્વરૂપનું અવલંબન કેવી રીતે લઈ શકે? તેથી અતિશય સહિત વીતરાગ મુદ્રા આદિ પર મૂર્તનું અવલંબન લઈ વિષય કષાયની વૃદ્ધિ કરનાર સ્ત્રી, ધન આદિ અવલંબનને તજે છે. તે એક પરાવૃત્તિ છે. વળી તે જ અતિશય આદિરૂપ મૂર્તિનું અવલંબન લેનાર વિચારે છે કે હું તે અમૂર્તભાવને રસિયે ઉપગવાળે છું, આજ સુધી તે અતિશય મુદ્રા આદિ અહંતના સંબંધમાં છે તથાપિ તે કર્મના ઉદયને લઈને છે, તે મારા આલંબનરૂપ નથી, એમ ગુણોનું આલંબન લેનાર મૂર્ત પદાર્થોને રસિકપણે ગ્રહણ કરતું નથી, અપેક્ષા સહિત પરરૂપે જુએ છે, એ બીજી પરાવૃત્તિ છે. એ પ્રકારે અમૂર્ત આત્મગુણને તે રસિક થાય છે તેથી પરમેષ્ઠી સ્વરૂપને કારણ વડે નિર્ણય કરી પિતાના અસંખ્ય પ્રદેશે વ્યાપ્ય વ્યાપક ભાવે રહેલા નિરંતર દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિકરૂપ અનંત સ્વભાવને નિર્મળ અમૂર્ત, આનંદમય, એવા ધ્યેયરૂપે અવલંબે છે; એ ત્રીજી પરાવૃત્તિ છે એમ સાધન-પદ્ધતિ છે. સર્વેને એ સ્વરૂપને સાધનરૂપે