________________ 358 જ્ઞાનમંજરી સેવકોએ આત્મસ્વરૂપના જ્ઞાનમાં તન્મયતા પ્રાપ્ત કરવા યોગ્ય છે. 2 अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना / शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद् बुधा जगुः // 3 // ભાષાર્થ:--ઇંદ્રિયને અગોચર, સર્વ ઉપાધિથી રહિત શુદ્ધ બ્રહ્મ (આત્મા), વિશેષ શુદ્ધ અનુભવ વિના સેંકડો શાસ્ત્રની યુક્તિઓ વડે પણ સમજી શકાય તેમ નથી, એમ પંડિતે કહી ગયા છે. અનુવાદ : નહિ વિશુદ્ધ અનુભવ વિના, શુદ્ધ સ્વરૂપ પમાય; અતીન્દ્રિય પરબ્રહ્મ શત–શાસ્ત્ર યુક્તિથી બાહ્ય. 3 જ્ઞાનમંજરી:-પડિતાએ આમ કહ્યું છે. શું? શાસ્ત્રની સેંકડે યુક્તિઓથી પણ, અનેક આગમનાં રહસ્યને જાણવા છતાં નિર્મળ અનુભવ વિના ઇંદ્રિયજ્ઞાનથી અગેચર ઉત્કૃષ્ટ ચૈતન્ય સમજી શકાતું નથી. ઘટ-પટાદિ પદાર્થ સમૂહને સાધનારા શબ્દ સાધન વડે પોતપોતાના મતમાં માનેલા અર્થની વ્યર્થ વિચારણાના વિકલ્પરૂપ શય્યામાં સૂતેલા જ્ઞાનીઓ નથી. સ્વાદુવાદ અનેકાંત ધર્મના સ્થાનરૂપ અનંત પર્યાના ઉત્પાદવ્યયરૂપ પરિણમન વડે વિસ્તારવાળા જણાતા, અમૂર્ત અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન તે તત્વના અનુભવમાં લીન મહાપુરુષે જ ભેગવી રહ્યા છે પણ વચન યુક્તિથી પ્રગટ કરેલા વાણી વિલાસમાં રમનારા તત્વજ્ઞાનને રસ ચાખી શકતા નથી. 3