________________ 2 મગ્નાષ્ટક ઈચ્છે છે, અનિષ્ટ વિષયને અણગમતા માને છે, અને પવનથી ઊડતા ખાખરાના સૂકા પાંદડાની પેઠે જીવ ભમે છે. કેઈ કાળે સ્વ અને પરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પામીને અનંતજ્ઞાન-દર્શન-આનંદમય નિજ ભાવને પિતાપણે નિર્ધારી, આ વિષય-સંગ આદિ મારા નથી, હું આને ભક્તા નથી, એ ઉપાધિ જ છે, પરવસ્તુઓનું કર્તાપણું, ભક્તાપણું, ગ્રાહકપણું મને ઘટે નહીં સ્વરૂપના ભુલાવાથી આ બધું મેં કર્યું, પણ હવે જિનશારૂપી અંજનથી સ્વપરને વિવેક પ્રગટવાથી તે પદાર્થો, તે સ્વજને અને તે વિષય સંગ આદિમાં રમણતાને રસ મને ઘટતે નથી; એમ વિચારીને સ્વરૂપના અનંત સ્વભાવ, ગુણ પર્યાયની અપેક્ષાએ સ્યાદ્વાદથી આવા અનંત આત્મામાં વિશ્રાંતિ પામેલા, આત્માને અનંત આનંદ સંપન્ન જાણીને પરમાત્મસત્તા સ્વરૂપમાં મગ્ન થાય છે, તે મગ્ન કહેવાય છે. 1 यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता / विषयांतरसंचारस्तस्य . हालाहलोपमः // 2 // ભાષાર્થ –જેને જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર સમાન, પ્રપંચ રહિત શુદ્ધ આત્મતિરૂપ પરબ્રામાં મગ્નતા છે તેને, જ્ઞાનને મૂકીને અન્ય રૂપ, રસાદિકમાં મન દોડે તે ઝેર જેવું લાગે. જેમ માલતીમાં આસક્ત થયેલે મધુકર (ભમરે) કેરડાનાં ફૂલે ન બેસે તેમ અંતરંગ સુખમાં આસક્ત છે તે બાહ્ય પ્રવૃત્તિએ ચાલે નહીં. અનુવાદ : જ્ઞાન સુધા સિંધુ સમા, પરમ બ્રહ્મમાં મગ્ન મન જેનું તે વિષય-વિષ, - ભેગે રહે અલગ્ન. 2