SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ 22 ભવ-ઉદ્વેગ અષ્ટક 319 શબ્દાદિ ત્રણ નય જાણવા. અહીં ભવમાં મગ્ન થયેલા જીવેને ધર્મની ઈરછા ઉદ્ભવતી નથી, ઇન્દ્રિય સુખ માણવામાં લીન થયેલા ગાંડાની પેઠે વિવેકરહિત ભમે છે. દુઃખથી ભય પામતા દુઃખ દૂર કરવા આમતેમ અનેક ઉપાયેના વિચારથી વ્યાકુળ બનીને ભૂંડની પેઠે ભમે છે. એમ મહા પ્રબળ ભવસાગરમાં માછલા જેવા મિથ્યાવાસનાવાળા છે, બીજાની વાત તે જવા દે, સર્વસિદ્ધિ દેનાર શ્રીમદ્ વીતરાગને વંદન આદિ કરે છે, અને ઇન્દ્રિયનાં સુખ માટે તપ, ઉપવાસ આદિ કષ્ટક્રિયાઓ જીવન પર્યંત કરીને નિદાન (નિયાણારૂ૫) દેષથી હારી જાય છે, મોક્ષના હેતુરૂપ જૈનશાસનને દેવદેવીઓ (દેવગતિ)ને સુખનું નિમિત્તે જાણે છે અને વૈભવ વગેરેના મેહમાં ડૂબી જાય છે. માટે ભાવભય જ રાખવા ગ્ય છે. જેથી આત્મસુખને હાનિ પહોંચે તેની ઈચ્છા સપુરુષે કેમ કરે? તે વિષે ઉપદેશ દે છે - જ્ઞાની તે ભવ–સમુદ્રને પાર પામવાના ઉપાયને સર્વ યથી ઈચ્છે છે. તેને પાર પામવાને ? જેનું મધ્ય પ્રાપ્ત થઈ શકે નહીં (જે અગાધ છે, તેવા ભવસાગરને, જીવઅજીવના વિવેક રહિત, તત્વબોધથી શૂન્ય મિથ્યા જ્ઞાન તે જ દુર્ભેદ્ય વા જેવું જેનું તળ છે તેવા ભવસાગરને; કષ્ટરૂપ પર્વતેથી સદગતિમાં લઈ જનાર માર્ગો રૂંધાઈ ગયા છે, દુર્ગમ થઈ પડ્યા છે, તે માર્ગે જવું અશક્ય થઈ ગયું છે એટલે અજ્ઞાન તળિયું અને ગંભીર (અગાધ) મધ્ય ભાગવાળા ભવસાગરને રેગ, શેક, વિયેગ આદિ કષ્ટરૂપ પર્વત વડે પ્રાણીઓના માર્ગ રંધાઈ (બંધ થઈ) ગયા છે ત્યાં સુખે પ્રવાસ કરે અશક્ય છે. વળી જે ભવસમુદ્રમાં કેધાદિ
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy