________________ 302 જ્ઞાનમંજરી ज्ञानदर्शनचन्द्रार्क-नेत्रस्य नरकच्छिदः / सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः // 6 // ભાષા :- સામાન્ય બાધ (દર્શન) અને વિશેષ બધ(જ્ઞાન)રૂપ ચંદ્ર અને સૂર્ય એ જેનાં લેચન છે તથા નરકાસુરના છેદનાર છે (નરક ગતિને છેદનાર સમ્યગી નરક ગતિ ન બાંધે) અને સુખસાગરમાં મગ્ન છે એવા યેગને કૃષ્ણથી શું ઓછું છે? કાંઈ ઓછું નથી. અનુવાદ - દર્શન–જ્ઞાન ઉપગ તે, રવિ-શશિ–નેત્ર સમાન; નરકાસુર રિપુ કૃષ્ણ સમ, સુખ સાગર મુનિ માન. 6 જ્ઞાનમંજરી - રત્નત્રયરૂપે પરિણમેલા યેગી કૃષ્ણથી શું ન્યૂન છે? જરાય નહીં. કેવા ગી? સામાન્ય-વિશેષ સ્વરૂપ વસ્તુના વિશેષ સ્વરૂપને બેધ(જ્ઞાન) અને સામાન્યવિશેષ સ્વરૂપ વસ્તુના સામાન્ય સ્વરૂપને બેધ (દર્શન) તે જ જેનાં ચંદ્ર-સૂર્યરૂપ નેત્રો છે એવા વિરાટ ભગવાન સમાન મુનિ છે. ચંદ્ર-સૂર્ય જેનાં નેત્રો છે એવા હરિ (વિરાટ ભગવાન) તે લોકપ્તિ (લોકોમાં કહેવાય) છે. વળી કેવા યોગી છે? નરક નામનાં (નરકાસુર) શત્રુને છેદી નાખનાર હરિ સમાન, નરકગતિ નિવારનારા મુનિ છે; “સુખસાગરમાં મગ્ન’ મુનિ ઇંદ્રિયેથી ઉત્પન્ન થતા સુખલાલાના સમુદ્રમાં મગ્ન કૃષ્ણ જેવા છે, જેગીનું સુખ સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્રસમાધિથી થયેલું છે, તે સુખના સાગરમાં મગ્ન, આધ્યાત્મિક સુખ પરિણામના ભાજન સાધુ કેનાથી ઊતરતા છે? કઈથી નહીં. 6