________________ જ્ઞાનમંજરી અનુવાદ:-- તૃષ્ણા સાપણ જાંગુલી, જ્ઞાનદ્રષ્ટિ જે થાય; દૈન્ય વીંછી તે શું પૌડે ? પૂર્ણાનંદ ન જાય. 4 , જ્ઞાનમંજરી–જે તત્વજ્ઞાન રૂપ કૃષ્ટિ–ચક્ષુ વિકસેખૂલે તે પ્રગટ સ્વરૂપના જ્ઞાનાનંદવંત ભગવંતને દીનતારૂપ વીંછીની વેદના ક્યાંથી થાય ? ન થાય. ખરેખર, તેને દીનપણું નથી; નિજ, સહજ, અપ્રયાસ આનંદની પૂર્ણતા જ છે. પુદ્ગલના ભોગેની ઈચ્છારૂપ તૃષ્ણ તે જ કાળે નાગ છે. તેને વશ કરવા ગાડી મંત્ર રૂપ જાંગુલી વિદ્યા સમાન જ્ઞાન દ્રષ્ટિ છે. - ભાવાર્થ –-સંસારચક્રમાં સપડાયેલા, નિજ અસંખ્યાત પ્રદેશમાં વ્યાપેલા જ્ઞાનાદિ ગુણોના અનુભવથી રહિત, પુદ્ગલના ભોગોની પિપાસા રૂપ સાપથી ડસાયેલા જીવને સ્વપરને વિવેક કરાવનાર જ્ઞાન-વૃષ્ટિ રૂપ જાંગુલી (ગરુડ–મંત્રીને સ્મરણથી પરતૃષ્ણ રૂપ ઝેર ઊતરી જતાં, શુદ્ધ સ્વરૂપમાં એક રૂપ ધ્યાનમાં મગ્ન થતાં ક્ષાયિક ભાવને આનંદ પ્રાપ્ત થાય છે, એવા પૂર્ણ જીવને દીનતા હોતી નથીકેમકે જે અવિરત સમ્યફદ્રષ્ટિ તત્ત્વશ્રદ્ધા સહિત આત્માને આત્માપણે, પરને પરપણે નિશ્ચયથી જાણીને વિચરતાં તૃષ્ણથી પીડાતું નથી તે પછી પૂર્ણાનંદમાં મગ્ન હોય તેમનું તે કહેવું જ શું ? - पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णतो / पूर्णानंदसुधास्निग्धा दृष्टिरेषा मनीषिणाम् // 5 //