________________ 16 માધ્યસ્થ-અષ્ટક 235 હે ઉત્તમ પુરુષે ! એકાંત અજ્ઞાનમાં રાચનાર અજ્ઞાનીની, વસ્તુસ્વરૂપના લક્ષ વિનાનાં વચનરૂપ ચપળતા તજે શાથી ચપળતા થાય છે? કુયુક્તિરૂપ કાંકરા ફેંકવાથી. તે શું કરવું? રાગ-દ્વેષને અભાવરૂપ મધ્યસ્થતાથી સાધક આત્મા (અંતરાત્મા) રૂપે સાધકપણામાં ઠપકે ન મળે તેમ રહેવું. મધ્યસ્થને સ્વભાવની હાનિરૂ૫ ઠપકે ગણવો. 1 __ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्योनुधावती। तामाकर्षति पुच्छेन तुच्छोग्रहमनः कपिः // 2 // ભાષાર્થ:- મધ્યસ્થપુરુષના મનરૂપી વાછરડે તે યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે, જ્યાં યુક્તિ હોય ત્યાં જ મધ્યસ્થનું ચિત્ત આવે; પણ તુચ્છ આગ્રહવાળા પુરુષના મનરૂપી વાનર તે યુક્તિરૂપી ગાયને પૂંછડેથી તાણે છે. કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે, એ અર્થ છે. અનુવાદ :- મન મધ્યસ્થનું વત્સ છે, યુક્તિ–ગાય સહ જાય; તુચ્છાગ્રહીનું મન-કપિ, તાણે પુચ્છ સદાય. 2 જ્ઞાનમંજરી -- મધ્યસ્થનું મન વાછરડું છે, તે યથાર્થ વસ્તુસ્વરૂપના ભેદજ્ઞાનના કારણભૂત યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે; પક્ષપાતના અભાવે યથાર્થ ઉપયોગ સ્વરૂપ રહે છે. સમ્યફજ્ઞાનરૂપ ગાયને તુચ્છ આગ્રહવાળાનું મનરૂપી વાંદરું, સ્યાદ્વાદ-ઉત્સર્ગ અપવાદ અનુસાર ઉપગશૂન્ય મનમાં કદાગ્રહ ભરેલા હેવાથી વાંદરા સમાન મન, પૂંછડું પકડી ખેંચે છે એટલે ગતિમાં વિધ્ર કરે છે; કદાગ્રહવાળાનાં મનમાં યથાર્થ યુક્તિ પ્રસરતી નથી, પક્ષાપક્ષવાળી જ તેમની દૃષ્ટિ હોય છે, તત્તવૃષ્ટિ હેતી નથી. 2