SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 222 જ્ઞાનમંજરી અસદુ આરોપ તે ઉપચાર છે. પરભાવના કર્તાપણુ આદિ પરિણતિના અભાવમાં ઉપાધિના કર્તાપણું આદિને ઉપચાર અનાદિ નથી. 4 ફરીથી તે જ વાત કહે છે; પર પ્રસંગને લઈને ચૈતન્યમાં થયેલે ભ્રમ દર્શાવે છે - इष्टकाद्यपि हि स्वर्ण पीतोन्मत्तो यथेक्षते / आत्माऽमेदभ्रमस्तद्वद्-देहादावविवेकिनः / / 5 / / ભાષાર્થ –જેણ ધંતૂરે પીને ગાંડે થયેલે માણસ ઈટ આદિને પણ ખરેખર સુવર્ણ દેખે છે, તેમ શરીરાદિને વિષે આત્મા સાથે એકપણને વિપર્યાસ (ભ્રમ) અવિવેકી પુરુષને જાણ. અનુવાદ :- ધંતૂરો પીનારને, ઈટ સુવર્ણ જણાય; અવિવેકીને તેમ ભ્રમ, દેહ સ્વરૂપ મનાય. 5 જ્ઞાનમંજરી - “Íવતરથયા’ પ્રમાણે ધંતુરાથી જેનું ચિત્ત ભમી ગયું છે તેને માટીના સમૂહરૂપ ઈટ આદિ પણ નિશ્ચયથી એનું દેખાય છે. તેની પેઠે તત્વજ્ઞાન રહિત અવિવેકી પુરુષને શરીર આદિ ચેતનરૂપ-આત્માપણે–અભેદ ભાસવારૂપ ભ્રમ થાય છે. શુદ્ધ આગમના શ્રવણ વિના પિતામાં અને પરમાં ભેદ ભાસતું નથી, તેથી પરને પિતાના આત્માપણે જાણવાથી અને પિતાને પરરૂપે અભેદપણે માનવાથી અનંતકાળ પરિભ્રમણ થયું. તેથી આ અવિવેક તજવા ગ્ય છે. 5
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy