________________ 220 જ્ઞાનમંજરી પિતપિતાનાં લક્ષણે કરીને ભિન્ન જાણવારૂપ ભેદજ્ઞાન અત્યંત દુર્લભ છે. સમ્યફદ્રષ્ટિ જ ભેદજ્ઞાન કરે છે. આત્માથી તે નિશ્ચય થે દુર્લભ છે. આત્મા જ્ઞાનાનંદમય છે. પરભાવ રાગ આદિરૂપ છે, તેમને ભિન્ન સમજવારૂપ આત્મસ્વરૂપના રસિકપણુવાળ ઉપગ દુર્લભ છે. (“સમયસારની ગાથા ઉપરની ટીકા પ્રમાણે છે.) 2 शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रिता' यथा / विकारैमिश्रिता' भाति तथाऽऽत्मन्यविवेकतः // 3 // ભાષાર્થ -- શુદ્ધ આકાશને વિષે જેમ તિમિર રેગથી નીલ પિતાદિ (કાળી પીળી) રેખાઓથી વિચિત્રતા ભાસે છે, તેમ શુદ્ધ આત્માને વિષે કામ ક્રોધાદિ વિકારે કરીને અવિવેકથી વિકારરૂપ વિચિત્રતા ભાસે છે. અનુવાદ :-- ચક્ષુદોષથી દેખિયે, નિર્મળ નભમાં આકાર; તેમજ અવિવેકે દસે, આત્મામાંહિ વિકાર. 3 જ્ઞાનમંજરી --જેમ નિર્મળ આકાશમાં, આંખમાં ભ્રમ ઉત્પન્ન કરાવનાર તિમિર નામને રેગ હોવાથી નીલપીત આદિ રેખાઓથી કાબર-ચિત્રા આકાર દેખાય છે, અસદુ ઉપગરૂપ અવિવેકને લીધે રાગાદિ અશુદ્ધ અધ્યવસાય (ભાવ)રૂપ વિકારે વડે મિશ્રતા, એકતા ભાસે છે, અનાદિ વિકારની વિક્રિયારૂપે પરિણામ દેખાય છે. તેથી નિશ્ચયનયે નિર્વિકાર, અખંડ ચિખૂર્તિ (જ્ઞાન–મૂર્તિ) હોવા છતાં પરની સાથે એકરૂપ થતાં વિકારવાળે આત્મા દેખાય છે. 3. 1 fમજતા પાઠાનાર