________________ 206 જ્ઞાનમંજરી यःपश्येन्नित्यमात्मानमनित्यं पर-सङ्गमम् / छलं लब्धुं न शक्नोति, तस्य मोहमलिम्लुचः // 2 // ભાષાર્થ - જે આત્માને સદા અચલિત સ્વરૂપે દેખે તથા પરસંગને અધ્રુવ, અસ્થિર દેખે, તેનું છિદ્ર (લાગ) મેહરૂપી ચેરિટી, લૂંટારે પામી ન શકે તેને ઠગી કે લૂંટી ન શકે). અનુવાદ : નિત્ય જુએ જે આતમા, અનિત્ય પરસંગ; તેને મેહઠગ શું ઠગે? નહિ છળવાને ગ. 2 જ્ઞાનમંજરી - જે આત્માથી આત્માને સદા અચલિત સ્વરૂપ જુએ, શરીર આદિક પરસંગમને અધ્રુવ જુએ, એવા સાધનમાં ઉદ્યમ કરનારને મિથ્યાત્વાદિ ક્રાંતિ રૂ૫ ચેર છળવાને, ચેરી કરવાને લાગ (છિદ્ર) મેળવી શક્તિ નથી. યથાર્થ જ્ઞાનીને રાગ આદિ વધતા નથી, તેને આત્મા મેહને વશ થતું નથી. 2 तरङ्गतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् / अदभ्रधीरनुध्याये-दभ्रवद् भंगुरं वपुः // 3 // ભાષાર્થ - પ્રબળ બુદ્ધિશાળી લક્ષ્મીને સમુદ્રના કલેલ(મેજા)ની સમાન ચંચળ ગણે, આયુષ્યને વાયુવેગે વહી જતું અસ્થિર જુએ, અને શરીરને આભલાં (વાદળાં) જેવું ક્ષણભંગુર (વિનાશ પામનાર) વિચારે. અનુવાદ - ધન ચંચળ જળ-હેર જે, આયુ વાયુવતું જાય; વાદળ સમ વિણસે વધુ, સમજુને સમજાય. 3