________________ 192 જ્ઞાનમંજરી ધનુષ્ય ઓછું, અને બાકીના આઠનું પાંચ પાંચ ધનુષ્ય ઓછું શરીરનું પ્રમાણ છે. અનુવાદ:-- તેમ ન ટળતા દોષ તે, શુદ્ધ ન શ્રદ્ધા જાણ જ્ઞાન તથા ચારિત્ર પણ, છે શુદ્ધ આત્મ પ્રમાણ 5 જ્ઞાનમંજરી - તે પ્રકારે એકાંત દ્રવ્ય આચરણરૂપ ચારિત્રના કારણે પરભાવરહિત સ્વરૂપલક્ષણ આત્મસ્વભાવમાં એકતારૂપ ચારિત્ર ન થાય તે પ્રવર્તનથી શુદ્ધ આત્મસ્વભાવના લાભરૂપ ફળ એટલે પરમાત્મપદની પ્રાપ્તિ અથવા રાગ આદિ દેને અભાવ ન થાય તે તે બધુંય પ્રવર્તન બાળલીલા (ધૂળમાં ઘર, ખેતર આદિની કલ્પના કરી રમત બાળકો કરે તે) સમાન છે, શુદ્ધ આત્મસ્વરૂપના આલંબન વિના અવેદ્યસંવેદ્યરૂપ જ્ઞાન છે તે સમ્યકજ્ઞાન નથી, તથા સકલ પરભાવના સંગની ઉપાધિથી થયેલા પિતાના અશુદ્ધ અધ્યવસાયથી રહિત, તત્વસ્વરૂપ, અમૂર્ત, ચિન્મય (જ્ઞાનમય) આનંદરૂપ પિતાને સહજ સ્વભાવ તે જ હું છું, એવા નિર્ધાર વિનાનું દર્શન તે સમ્યક્દર્શન નથી. માટે જ શ્રતથી કેવલ–આત્મજ્ઞાન તે અભેદજ્ઞાન, ઉત્સર્ગજ્ઞાન અને શ્રુત અક્ષરેને આધારે સર્વદ્રવ્ય ઉપગરૂપ ભેદજ્ઞાન (વ્યવહાર જ્ઞાન), સર્વ અક્ષર જાણનાર જ્યાં સુધી દ્રવ્ય શુભ અવલંબન વાળો છે ત્યાં સુધી ભેદજ્ઞાની (વ્યવહારે જ્ઞાની) કહેવાય છે. સમયસાર” (સમયપ્રાભૂત)માં કહ્યું છે, (ઉપરની ટીકામાં બે ગાથાઓ આવી ગઈ છે તે જ અહીં છે) વળી ત્યાં આત્મસ્વરૂપ જ્ઞાન વિષે કહ્યું છે -