________________ 11 નિર્લેપાષ્ટક 169 પાપવૃત્તિઓને અધ્યાત્મભાવમાં વાળી લે છે. આત્મામાં એકતાના અનુભવ સહિત સમ્યકજ્ઞાનરૂપ ભાવના જ્ઞાનવાળા લેવાતા નથી. સર્વ સન્ક્રિયાને અભ્યાસ, શુદ્ધ સિદ્ધ આત્મસ્વરૂપની પ્રગટતારૂપ સાધ્યના અર્થ તત્વજ્ઞાનના અનુભવવંતને, કલ્યાણકારી થાય છે. 5 अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः / शुद्धयत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा // 6 // ભાષાર્થ –-નિશ્ચય નયે આત્મા લેપાયે નથી, અને વ્યવહાર ન લેપાય છેજ્ઞાનગી શુદ્ધ ધ્યાનથી અલિપ્ત (નિશ્ચય) દૃષ્ટિએ શુદ્ધ થાય છે, ક્રિયાવંત તે લિસ (વ્યવહાર) દ્રષ્ટિએ શુદ્ધ થાય છે. (કર્મ) લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે. અનુવાદ : નિશ્ચયથી નિલેપ છેવ, વ્યવહાર છે બંધ, શુદ્ધ થાય પ્રત્યેકથી, જ્ઞાની ક્રિયાવંત. 6. જ્ઞાનમંજરી -- નિશ્ચય નયે એટલે સ્વરૂપે, જાતિ અપેક્ષાએ આત્મા પુદ્ગલ સંબંધથી રહિત, નિલેપ છે અને વ્યવહારે એટલે તદ્દન બાહ્ય પ્રવૃત્તિના ઉપાધિપણુએ આ આત્મા લેપાયે છે, બંધાય છે. તેથી પરના સંસર્ગથી થયેલા વ્યવહારના ત્યાગ માટે પ્રયત્ન કર્તવ્ય છે. માટે જ શુદ્ધ ચિદાનંદને અવલકવારૂપ અલિપ્ત દ્રષ્ટિથી આત્માને આત્મારૂપે અને પરને પરરૂપે રાગદ્વેષ રહિત દ્રષ્ટિએ વેદ્યસંવેદક (આત્માનુભવી), સ્વસંવેદન-જ્ઞાની શુદ્ધ થાય છે એટલે સર્વ વિભાવરૂપ મળ ટળવાથી નિર્મળ થાય છે.