________________ . હે પરમાત્મા! મનુષ્યભવની દુર્લભતા મને જણાઈ છે, તેની અમૂલ્યતા મને સમજાઈ છે, માટે હું તેને વૃથા ગુમાવીશ નહીં. વૃથા નિંદા, વિકથાદિ કરવામાં વખત ગાળીશ નહીં. આળસ પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવીશ. તારી આજ્ઞા મસ્તકે ચડાવી શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ. અન્ય દેવ, અન્ય ગુરુ, અન્ય ધર્મને દોષ જોઈ તેની ઉપેક્ષા કરીશ. તમારા માર્ગને અનુભવ મેળવી અન્યને આપને માર્ગ પમાડીશ. છેવટે સર્વ જીવ સુખી થાઓ એવી અહોનિશ ઈચ્છા રાખીશ. | (ભાવના સંગ્રહમાંથી)