________________ ૧૫ર જ્ઞાનમંજરી इगलास्तृप्ति यान्त्यात्मो पुनरात्मना / परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते // 5 // ભાષાર્થ - પુદ્ગલે વડે પુદ્ગલ સ્કંધ તૃપ્તિ પામે, જાડા થાય છે વળી આત્મા આત્મગુણ પરિણામે જ તૃપ્તિ પામે છે; બ્રાંતિરહિત જ્ઞાનવંતને, તે કારણથી, પુગલની તૃપ્તિને આત્મામાં ઉપચાર ન ઘટે; પરને ધર્મ પરમાં (એક દ્રવ્યને ધર્મ બીજા દ્રવ્યમાં) આપે તે સમ્યકજ્ઞાન કેમ કહેવાય ? અનુવાદ - જ્ઞાનને ન ઘટી શકે, પરતૃમિ શ્વમગ્રસ્ત પુદ્ગલ તૃપ્તિ પુદ્ગલે, આત્મા નિજગુણ-તૃત. 5 જ્ઞાનમંજરી :-- શરીર, ઘન, વસ્ત્ર, ભજન, સ્વજન આદિ પુદ્ગલથી શરીરાદિ પુદ્ગલે પુદ્ગલના જથ્થારૂપ તૃપ્તિ પામે છે. વળી અનેકાંત દ્રષ્ટિએ અનંત ધર્મવાળા સ્વપર પદાર્થોની પરીક્ષા કરવામાં કુશળ જ્ઞાની પુરુષને સ્વરૂપને અનુભવથી તૃપ્તિ થાય છે. પરપદાર્થોથી (પુદ્ગલથી) થતી તૃપ્તિમાં આત્મતૃપ્તિ માનવારૂપ ભ્રાંતિજન્ય અભિમાન જ્ઞાનીને ઘટતું નથી. ભાવના :- યથાર્થ ઓળખાણવાળા સમ્યકજ્ઞાની તે આત્મામાં આત્મધર્મને જ સ્વીકાર કરે છે; પુગલના સંગ્રહમાં રાગ કરતા નથી. પુદ્ગલના અનુભવવડે સુખ થાય છે એમ સમજવું તે જ મિથ્યાજ્ઞાન છે. કહ્યું છે કે - "तवइ तवं चरइ चरणं, सुअंपि नव पुव्वजाव अब्भसई / ના વરમુદ્દે , તા નો સત્તવિજ્ઞાન "