________________ 144 જ્ઞાનમંજરી અનુવાદ:– વચનાનુષ્ઠાને કરી, ક્રિયા અસંગ પમાય; આનંદામૃત-ભીન એ, જ્ઞાન-ક્રિય ભૂમિ થાય. 8 જ્ઞાનમંજરી —વચન એટલે અહંતની આજ્ઞા, તેને અનુસરતી કિયા ધર્મનું કારણ છે. કારણ કે - प्रशांतचित्तेन गभीरभावेनैवादृता सा सफला क्रिया च / अंगारदृ(वृ)ष्टे: सहसा न चेष्टा नासंगदोषैव गुणप्रकर्षा / | ભાવાર્થ - શાંત ચિત્તથી અને ગંભીર ભાવથી જ આદરેલી કિયા સફળ થાય છે, પરભાવનાં સુખની દ્રષ્ટિવાળાની અવિચારી કિયા ઈષ્ટ નથી. આસક્તિરૂપ દેષ જ ગુણને વધારનાર નથી. વિષ-અંગાર–અન્યન્ય અનુષ્ઠાનના ત્યાગથી શ્રીમદ્ વીતરાગ વાક્યાનુસારે ઉત્સર્ગ અને અપવાદની અપેક્ષા સહિત વચનાનુષ્ઠાનરૂપ ક્રિયા કરવાથી અસંગ ક્રિયાને સંગ પામે છે. વચનકિયાવાળો અનુક્રમે નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગ કિયાને જ પામે છે. તે અસંગક્રિયા જ જ્ઞાનક્રિયારૂપ અભેદ ભૂમિ જાણવી. અસંગક્રિયારૂપ ભાવક્રિયા શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ વર્ષોલ્લાસની તાદામ્યતાને ધારણ કરે છે; જ્ઞાન અને વીર્યની એકતા તે જ્ઞાનક્રિયાને અભેદ. આથી જ્યાં સુધી ગુણપૂર્ણતા ન થાય ત્યાં સુધી નિરનુષ્ઠાનરૂપ ક્રિયા કરવી જોઈએ. તત્વજ્ઞાનમાં ક્રિયાને નિષેધ નથી, પરંતુ કિયાદિ શુદ્ધરતત્રયી રૂપ વસ્તુ ધર્મનાં સાધનરૂપ કારણવડે ધર્મ છે. આત્મામાં જ ધર્મપણું રહે છે. વળી શ્રી હરિભદ્ર પૂજ્ય દશવૈકાલિકીની ટીકામાં લખ્યું છે: “ધર્મના સાધનપણને લઈને ધર્મ કહ્યો છે. તેથી દ્રવ્યકિયાને ધર્મપણે ગ્રહણ કરે