________________ કદાગ્રહ ન તજે. હે સર્વજ્ઞ ! આપનાં ચરિત્ર વાંચ્યાં, સાંભળ્યાં પણ તે વાંચન-શ્રવણ માત્ર થયું; કારણ કે “ભણે પણ ગણે નહીં” તેની માફક “જાણ્યું પણ આદર્યું નહીં તેથી શું થયું ? | સર્વજ્ઞ હિંસા કરે નહીં, તે હું સર્વને ઉપાસક થઈ કેમ કરું? સર્વજ્ઞ અસત્ય બેલે નહીં, તે હું કેમ અસત્ય બેલું? સર્વજ્ઞ અદત્ત લે નહીં, તે હું સર્વજ્ઞને પુત્ર થઈ અદત્ત કેમ લઉં ? સર્વજ્ઞ બ્રહ્મચર્યને ભંગ કરે નહીં, તે હું કેમ કરું? સર્વજ્ઞ દ્રવ્યથી ને ભાવથી પરિગ્રહ રહિત હતા, તે હું પરિગ્રહ કેમ રાખું? સર્વજ્ઞ ક્રોધાદિ કષાય કરે નહીં, તે હું કેમ કરું? સર્વજ્ઞ અઢાર પાપસ્થાનક સેવે નહીં, તે હું તેમને પુત્ર થઈ તેમના શત્રુરૂપ એવા અઢાર પાપસ્થાનકની સેવા કેમ કરું? અહાહા!કેટલી બધી મારી ભૂલ છે ? કે મારા પિતાના શત્રુઓને હું માન આપું છું, સંગ કરું છું, પણ હવે તેમ નહીં કરતાં મારે તેમને ત્યાગ કરવું જોઈએ. હે પ્રભુ! તું કમળ, હું ભ્રમર; તું ચંદ્ર, હું ચકોર; તું સૂર્ય, હું સૂર્યવિકાસી કમળ, તું સેવ્ય, હું સેવક, તું ધ્યેય, હું ધ્યાતા; તું પિતા, હું પુત્ર તું ગુરુ, હું શિષ્ય તું દેવ, હું ઉપાસક, એમ તારી અનન્ય ભક્તિ ક્યારે પ્રાપ્ત થશે ? હે પરમાત્મા! આ સંસારમાં તારા વિના મારે કઈ સગું નથી તારા વિના અન્ય કોઈ મિત્ર નથી તારા વિના અન્ય કઈ રક્ષક નથી. તારા વિના અન્ય કોઈ સત્ય માર્ગદર્શક નથી,