________________ 8 ત્યાગાષ્ટક 131 ભાષાર્થ –જે વાદીઓ એમ કહે છે કે સ્વભાવ ગુણ પણ જાય અને અંતે આત્મા નિર્ગુણ થાય, તે જૂઠા જાણવા. એમ માનીએ તે ગુણને અભાવે ગુણ-દ્રવ્યને જ અભાવ થાય. વાદળાં રહિત ચંદ્રની પેઠે આવરણ ગયે સ્વભાવ ગુણ પ્રગટ થાય, પણ જાય નહીં, તેમ ત્યાગવંત આત્મા–સાધુનું સ્વરૂપ પરમાર્થથી જ્ઞાનાદિ અનંત ગુણેથી પૂર્ણ સ્વપ્રકાશ મર્યાદાએ (પોતાની મેળે) ભાસે છે. અનુવાદ - નિર્મળ નભમાં ચંદ્ર સમ,નિશ્ચય ત્યાગ સ્વરૂપ; અનંતગુણ ભરપૂર શું, શેલે સ્વયં અનુપ. 8 જ્ઞાનમંજરી - પદાર્થના મૂળ સ્વરૂપની અપેક્ષાએ શુદ્ધ આત્મા પિતાના સ્વભાવથી અનંત ગુણોથી ભરપૂર ભાસે છે. સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર-તપરૂપ સાધન પરિણમનની અપેક્ષાએ અનાદિકાળથી સંગને લઈને થતા ભાવના ત્યાગ વડે સ્વરૂપના જ્ઞાનથી, તેમાં રમણતા કરવાથી, તેને અનુભવથી નવાં કર્મ ન બાંધતાં અને સ્વરૂપની એકતામાં તન્મય થવારૂપ ધ્યાન કરતાં પૂર્વકર્મ ખરી જવાથી આ આત્મા શુદ્ધ, સર્વપુદ્ગલની ઉપાધિથી રહિત થાય છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અગુરુલઘુ, અવ્યાબાધ, અસંગ, અમૂર્ત, પરમદાન-લાભ-ગ-ઉપભેગ, અકિય, સિદ્ધત્વ આદિ અનંત, અસંખ્યય પ્રદેશ વ્યાપી ગુણોથી પૂર્ણ પ્રકાશે છે. શાન જેવું? પરભાવમાં આત્માની માન્યતા જેણે તજી દીધી છે એવા ત્યક્તાત્મા, મેક્ષિપદના સાધક સાધુનું સ્વરૂપ