________________ 8 ત્યાગાષ્ટક 127. નંદની પ્રાપ્તિ થતા સુધી તમારાં ચરણ મને શરણરૂપ છે ! કહ્યું છે કે - नाणस्स होइ भागी, थिरयरो दंसणे चरित्ते अ / धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति // અર્થ –(ગુરુકૃપાથી જીવ) જ્ઞાન પ્રાપ્ત કરનાર થાય, દર્શન અને ચારિત્રમાં વિશેષ સ્થિર થાય; માટે ધન્ય છે તે. મહાભાગ્યશાળી પુરુષોને કે જે જીવનપર્યત ગુરુકુળવાસને તજતા નથી ! માટે જ પૈસાદારપણું, શેઠાઈ કે ચક્રવર્તીપણું છોડીને તત્વજિજ્ઞાસામાં તત્પર નિપુણ પુરુષે મુનિપણું સ્વીકારે છે અને સદ્ગુરુનાં ચરણારવિંદને સેવે છે. 5 ज्ञानाचारादयोऽपीष्टाः शुद्धस्वस्वपदावधि / ભાષાર્થ:-- પિતતાના શુદ્ધપદની મર્યાદા સુધી *1 જ્ઞાનાચાર, 2 દર્શનાચાર આદિક ઈષ્ટ છે. એ શુભ ઉપગ દશાએ સવિકલ્પ ત્યાગીની મર્યાદા કહી. વિકલ્પ * જ્ઞાનાચારને એમ કહેવું કે તે જ્ઞાનાચાર ! જ્યાં સુધી તારી મમતાથી તારું શુદ્ધ પદ કેવળજ્ઞાન” ન આવે ત્યાં સુધી તારી સેવા કરવી 2 એમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમ્યક્ત્વરૂપ શુદ્ધ પદ ન મળે ત્યાં સુધી કરવી. 3 ચારિત્રાચારની યથાખ્યાતચારિત્ર પ્રગટતા સુધી સેવા કરવી. 4 તપાચારની સેવા પરમ શુક્લ ધ્યાન પ્રાપ્ત થતા સુધી કરવી. 5 વર્યાચારની સેવા સર્વથા શુદ્ધિ થતાં સુધી કરવી. એ શુદ્ધસંકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે, સંકલ્પીન કર્મ ફળે નહીં. –શ્રી યશોવિજયજી