________________ 6 શમાષ્ટક નિજસાધન રાત્રયી લક્ષણ વેગ વિષે આરૂઢ (સિદ્ધ-યોગી). વળી કેવા મુનિ? અંતરમાં વળી છે જેના વીર્યગુણની પ્રવૃત્તિ રૂપ ક્રિયા એવા, એમ અત્યંતર ક્રિયાવાળા, રાત્રયમાં પરિ. મેલા મુનિ ક્ષમારૂપ શમથી એટલે માર્દવ, આર્જવ, મુક્તિ (નિર્લોભતા)ની પરિણતિરૂપે પરિણમેલા, નિર્મળ થાય છે. 3 ध्यानवृष्टेर्दयानद्याः शमपूरे प्रसर्पति / विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत् // 4 // ભાષાર્થ - ધ્યાનરૂપ વરસાદથી દયારૂપ નદીમાં ઉપશમરૂપ પૂર આવતાં ચિત્તના અશુદ્ધ ભાવરૂપ કિનારા પરનાં ઝાડ મૂળથી ઊખડી જાય. અનુવાદ - ધ્યાન વૃષ્ટિથી શમપૂરે, દયા નદીમાં દેખ; વિકાર તીર વૃક્ષ વહે, મૂળથી ઊખડી છેક. 4 જ્ઞાનમંજરી - ચિત્તની અંતર્મુહૂર્ત સુધી એક વસ્તુમાં સ્થિરતા (એકાગ્રતા) થવી તે ધ્યાન છે. કહ્યું છે કે - अंतोमुत्तमित्तं चित्तावत्थाणमेगवत्थुमि / छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु // 1 // અથ—અંતર્મુહૂર્ત માત્ર એક વસ્તુમાં ચિત્તની અવસ્થાને છઘસ્થનું ધ્યાન કહ્યું છે, પણ યોગને રોકવારૂપ ધ્યાન તે જિન-કેવળીને હોય છે. - અહીં તે નિમિત્તરૂપે દેવગુરુના સ્વરૂપમાં અદૂભુતતા આદિ સહિત ચિત્તની એકતા થવી તે ધર્મધ્યાન છે. તે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનરૂપ છે.