________________ જ્ઞાનમંજરી ક્રોધને શમાવવારૂપ ક્ષમા આદિ જે માયા સહિત, લબ્ધિસિદ્ધિ આદિ કે દેવગતિ આદિ અર્થે કે સુખ દુઃખનાં કારણ જાણી લેવાય તે તે પણ આગમથી દ્રવ્યશમ છે. ભાવથી ઉપશમસ્વરૂપ ઉપગવાળો હોય તે આગમથી ભાવશમ છે. મિથ્યાત્વ દૂર કરી, યથાર્થ જ્ઞાનપૂર્વક ચારિત્રમેહના ઉદયને અભાવે ક્ષમાદિ ગુણમાં પરિણમવું તે આગમથી ભાવશમ છે. તેને પણ લૌકિક અને લેકેત્તર એવા બે ભેદ છે. લૌકિક તે વેદાંતવાદીને શમ, અને જૈનપ્રવચનને અનુસાર શુદ્ધ સ્વરૂપમાં રમણતા કે એકતા તે લત્તર ભાવશમ સમજ. પ્રથમના ચાર ન ભાવ ક્ષમા આદિ સ્વરૂપ ગુણેમાં પરિણમવાનાં કારણ મનવચન-કાયાને સંકેચ, કર્મના ફળનું ચિંતન, તત્વજ્ઞાન, (બાર) ભાવના આદિ શમ છે, છેલ્લા ત્રણ નયે - ક્ષપશમ ભાવે ક્ષમાદિ છે તે શબ્દનયે શમ છે, ક્ષપક શ્રેણિમાં હોય છે તેવા સૂક્ષ્મ કષાયવાળાને સમભિરૂઢ નયથી કોધાદિને શમ હેય છે, ક્ષીણમેતાદિ ગુણસ્થાનમાં એવંભૂત નયે કષાયને શમ છે. અહીં આ ભાવના છે :-- ચિંતા, સ્મૃતિ, વિપાક, ભય આદિ કારણથી, પશમ ભાવ આદિ સાધનથી, ક્ષાયિક શમ સાધવા યોગ્ય છે. એ પ્રકારે શમપરિણતિ આત્માને મૂળ સ્વભાવ હેવાથી કરવા યોગ્ય છે. તે જ કારણથી મૂળધર્મમાં પરિણમવું તે જ શુદ્ધ આત્મપદની પ્રવૃત્તિ છે. સંગત્યાગ, આત્મધ્યાન, સંવરરૂપ ક્રિયા કરવા યોગ્ય છે - ચિત્તવિભ્રમરૂપ વિકલ્પને વિસ્તાર ત્યાગવે, એટલે આત્માના અનુભવથી વર્ણાદિ વિષયો થકી પાછા હઠવું, અનંત