SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 80 પ્રાચીના સ્થાન છે. ખરતા પથ્થરની આ નન્દીમૂર્તિ ગામના સાંઢેશ્વર મહાદેવના મંદિરમાં મૂકેલી છે. મુખભાગ અને શીંગડા ખંડિત છે. અગાઉની સાકળને બદલે હવે ગરદને અલંકૃત પટ્ટો દેખાય છે. જયારે સાદા અને લાસા કરેલા પટ્ટા પર ચૂર્ધર અને આંતરે ચમરી કાઢેલી છે. આ ઘૂઘર-ચમરીમાળા કોટ પાછળથી સરકતી બતાવી છે. પ્રાણીના પગમાં કાંબી-કડલાં પહેરાવેલા છે. સાંઢીંડા નંદી અંગે ઢાંકીના મંતવ્ય અનુસાર “સાંઢીડા નદી દેહાકૃતિનો ઉપાડ અલ્પ રેખાઓના છન્દ વિન્યાસથી ટાંકણાને ઘાટ ઉઠાવવા પૂરતું અને અંગઉપાંગોને સ્પષ્ટ કરવા પૂરતું જ વાપરીને કરેલો છે. દ્રાવિડદેશમાં પલ્લવકાલીન કલામાં અપનાવાયેલી કેવલતા પર ભાર મૂકનારી “ટેકનિક' ને મળતી ટેકનિક અહીં પ્રયુક્ત થઈ છે...”૬૪ એક વિશાળ મોટી રંગ કરેલી મૈત્રકકાલીન નન્દી પ્રતિમા વલભિપુર (વળા) ગામના સિદ્ધેશ્વર મહાદેવની પ્રસિદ્ધ છે. 65 સ્થાનિકે અણધડ રીતે સમારકામ કરી વૃષભના માથાને જોડી આપેલ છે. રંગરોગાણ અને સમારકામે એક સુરેખ પોઠીયાની પ્રાચીનતાને નિસંશય હાની પહોંચાડેલી છે. કાયાવરોહણ ગામના રાજરાજેશ્વર શિવાલયનો નન્દી કદમાં નાનો (47459437 સે.મી.) પણ અત્યંત ધ્યાનાકર્ષક છે. મનોહર શરીર સૌષ્ઠવ બતાવતી આ કૃતીમાં ડોક કંઈક ટૂંકી છે. ખૂંધ આગળ આવતી બલાઢ્યત્વના પ્રતીક સમી લાગે છે. આંતરીક શક્તિ અને જોમ સાથે સજીવતા દેખાય છે. તમામ વિગતો, અલંકારો જોતા વૃષભપ્રતિમાને સાતમી શતાબ્દીના અંતભાગે મૂકી શકાય.૬૭ આજ ગામના સુથારના ઓવારા નજદીકની આઠમા સૈકાની એક અન્ય નન્દી પ્રતિમા અહીં રજુ કરી છે. જે નન્દીમુખભાગ અને શીંગડાથી ખંડિત છે. તેમ છતાં એની વાસ્તવદર્શી દેહયષ્ટિ અને ડોક-ગરદનની ઘંટા-ઘૂઘરમાળનું ઝીણવટભર્યકામ ધ્યાનાકર્ષક છે. આજ પ્રતિમાની સમકાલીન એક નંદી શિલ્પ લેખકને સર્વેક્ષણ સમયે વડોદરાના પ્રતાપનગરના દેતેશ્વર ગામના તળાવ કિનારે પડેલી જોવા મળી હતી. જે તમામ રીતે આગળના અલંકારો અને એવું જ પારંપારિક પ્રાણીદેહ ધડતર ધરાવે છે. 8 પરન્તુ આઠમી શતાબ્દી નો અત્યંત સુંદર નમૂનો વડોદરાની ઇ.એમ.ઇ.સ્કુલના સંગ્રહમાં સુરક્ષિત છે. જે ભરૂચ જિલ્લાના લિંબજ ગામની છે. કેટલાક મુખભાગ અને શીંગડા તૂટેલાં છે. કોટનો ભાગ સશક્ત રેખાઓથી કંડારાયો છે. સાતમા સૈકામાં ખૂંધભાગ મોટો અને આગળ આવતો બતાવાય છે. અહીં ખાંધ કંઈક નાની અને આગળ આવતી દર્શાવેલ નથી. પૂર્વેની સદી મુજબની ડોકમાં સાંકળ છે અને વર્તમાન શતકના રૂપાંકન સમી ઘટમાળ ખૂંધ પાછળથી સરકતી ઘૂઘરમાળની જગ્યા લે છે. 19 ગુજરાતની સૌથી મોટી વિશાળ નન્દી પ્રતિમાઓ પૈકીની એક નડિયાદ પાસેના દેવગામના ગોપેશ્વર મહાદેવની વેળુકા પાષાણની છે. (૧૦x૬૪પ૪૧૧) મુખભાગ અતિશય નૂકશાન પામેલો છે. નવીનતામાં ડોકમાં દોરડુ ધારણ કરેલું છે અને ઘૂઘરમાળ કોટ પાછળથી સરકાવી છે. અતિરિક્ત પાછલા પગમાં તોડો પહેરાવેલો છે. મુખ પાસેના મોદકપાત્ર અને તામસ કંડારકામ કોઈ કારણસર અધૂરૂ છોડેલું છે. અંગઘટનમાં કેવળતાનો પ્રભાવ, ઘૂઘરમાળ પ્રકાર અને વળાંકાઓ જોતાં, ઢાંકી દાક્ષિણાત્ય અસરને કારણે રાષ્ટ્રકુટ સમયમાં ઓછામાં ઓછુ નવમી શતાબ્દીના પૂર્વાર્ધનો ગણે છે. દેવગામનો અર્થ ઘડાયેલ નમૂનો કયા કારણે અર્ધતક્ષણવાળો છે. જે તત્કાલની ઘડતર પ્રક્રિયા પર પ્રકાશ પાડી શકે, પણ આ આશા નહીવત છે. કારણ અહીં માત્ર મોદકપાત્ર અને તમસ છોડી દીધા છે. જો આવા વધુ નમૂનાઓ મળી આવે
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy