SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીના રાણકદેવી મંદિરની નવમા સૈકાની ગ્રાસ-વરાલ કૃતિ ઉલ્લેખનીય છે.૪૯ જેમને કાયાવરોહણ અને વડનગરના નમૂનાઓ સાથે સરખાવી શકાય છે. નિજ મંદિરના દ્વારશાખ ત્રયી પ્રકાર પણ અંકીત છે. ત્રયી મંડોવરના ગવાક્ષ સ્તંભો પર પણ મોજૂદ છે. દસમી શતાબ્દીમાં દેવાલયોની જંઘામાં મોટાકદના વ્યાલ રૂપો છે. આ કાલના પાવાગઢના લકુલીશ મંદિર પરના વ્યાલ સપ્રમાણ અને સુડોળ છે. હજુ તેમાં જડતા ડોકાઈ નથી. ઇસ્વીસનની દસમી સદીના મધ્યભાગના થાનના ત્રિનેત્રેશ્વર મહાદેવનાં મંડોવરે વ્યાલની જગ્યાએ સવાર સહ ગજરાજનું આલેખન થયેલું છે. વ્યાલનો એક ઉલ્લેખનીય નમૂનો દસમા શતકના નષ્ટપ્રાય થયેલાં મંદિરનાં મંડોવર પરનો છે. જે ગજમુંડ બ્રેકેટ પર અંકીત છે. 50 જેમાં બલાઢ્ય દેહધારી વ્યાલમુખ ઉઘાડુ અને જાણે ગર્જના કરતું હોય એમ બતાવ્યું છે. જેના પીઠ પર સવાર અને પાદ પાસે યોદ્ધો બતાવ્યો છે. પ્રાચીન મંડલીકા-માંડલમાં ગામચોરામાં, કોટની રાંગમાં અને અન્ય સ્થળે પ્રાચીન શિલ્પો જોવા મળે છે. આ શિલ્પ-સમૂહમાં ઇ.સ.ની દસમી સદીના કોઈ પૂર્વકાલીન દેવાલયની જંઘા પરની સૂર્યપ્રતિમા અને લક્ષ્મીનારાયણની મૂર્તિ ઉલ્લેખનીય છે. આ ખત્તક મંડિત પ્રતિમાની થાંભલીઓ પર ચાલત્રયી છે. દસમા શતકના મધ્યભાગના કચ્છના કોટાઈ શિવમંદિરની જંઘા પર મોટી સંખ્યામાં વ્યાલરૂપો કાઢેલાં છે. જેનો કુલ આંકડો છવ્વીસનો છે. આ અંતર્ગત પાછલી ભીંતી પર શુક, સર્પ, શાર્દૂલ અને સિંહ છે. તો પૂર્વ તરફ ગજ, સુકર અને વૃષ છે. સુકરનું આલેખન અત્યંત જુસ્સાપૂર્ણ છે. તો વૃષ પણ સુડોળ, દેહયષ્ટિવાળો છે. દક્ષિણ તરફ સર્પ, વૃષ, હરણ અને ગ્રિલકાવ્યાલ સ્વરૂપો કાઢેલાં છે.પરદસમી શતાબ્દીના બીજા ચરણના કેરા મંદિર પર વ્યાલનું સ્થાન સુરસુંદરીઓ અને દેવીઓએ લીધું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાડણ ગામે અતીવ સુંદર શિવમંદિર આવેલું છે. જેની ગોખમંડિત પ્રતિમાઓના ખત્તકની થાંભલીઓ પર બાહ્યબાજુએ વ્યાલ આકૃતિઓ કાઢેલી છે.પ૩ દસમી સદીના ઉત્તરાર્ધના મુનીબાવામંદિર-થાનની જંઘા પર મોટા કદના આશરે બાર જેટલાં વાલરૂપો જોવા મળે છે. 54 જે કોટાઈની વ્યાલકૃતિઓની યાદ આપે છે. મુનીબાવાની ગજવ્યા અને વૃષવ્યાલ ધ્યાનાકર્ષક છે. ભૂજ સંગ્રહાલયમાં સુરક્ષિત દસમા સૈકાની કેરાની નાયિકા શિલ્પના ગવાક્ષની થાંભલીઓ પર ચાલત્રયી જોવા મળે છે. કચ્છના અંજારનું ભદ્રેશ્વર દેવાલય દસમી શતાબ્દીમાં અંતભાગનું છે. એના મંડોવરના વ્યાલરૂપો કલાની દૃષ્ટિએ અસ્તાચળ તરફના છે. વધુ પડતો શૈલી ઝોક (Stylization) બાલરૂપોને બેડોળ બનાવે છે. 55 જેમ કે સિંહ અને ગજવ્યાલના લાંબા પાદ, વક્ષ:સ્થળનો સાંકડો થતો ભાગ અને ગરદન વગરનું નાનું શીર્ષ વગેરે બેડોળતા નથી તો શું છે? પશ્ચિમભારતમાં આ કાલે લાલ પીઠ પર સવાર અને વ્યાલ પગ પાસે યોદ્ધાનું ચિત્રણ અવશ્ય જોવા મળે છે. સોમનાથ મંદિરને ફેઝ-૧ (દસમી શતાબ્દીનો અંતભાગ) તથા ફેઝ-૩ (ઇ.સ.૧૧૬૯) પર વાલરૂપો છે. પરંતુ વ્યાલને બદલે પીઠ પર આરુઢ સ્વારને વધુ પ્રાધાન્ય આપેલું સ્પષ્ટ થાય છે. તો અગિયારમી સદીમાં તો મંદિર પરના વ્યાલ સ્વરૂપો અદૃશ્ય થયેલા જણાય છે અને વ્યાલરૂપોની જગ્યાએ
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy