SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 12. કલેશ્વરી સ્મારક સમૂહ કલેશરી', કલેશ્વરી કે કલેશ્વરીની નાલ એ 23-20 ‘ઉ.અં. અને 73-34' પૂ.રે. પર પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું અગત્યનું પુરાતત્ત્વીય સ્થળ છે અને તે લુણાવાડાથી ઉત્તરે 20 કિલોમીટર અંતરે છે. ગુજરાત રાજ્ય પરિવહન બસ દ્વારા ગોધરા-મોડાસા અને લુણાવાડાશામળાજી-ડુંગરપુર, વાયા બાકોર માર્ગથી લવાણા પાટિયા સુધી પહોંચી શકાય છે. નિર્દિષ્ટ સ્થળ લવાણા પાટિયાથી દક્ષિણે એકાદ કિ.મી.ના અંતરે છે. જો મુલાકાતીઓ પાસે પોતાનું વાહન ન હોય તો, લવાણા પાટિયાથી પગપાળા જઈ શકાય. ચારેકોર ડુંગરાઓ, ખીણ, અરણ્ય અને ગાઢીવનરાજી મધ્યે આ સ્થળ આવેલું છે. દાયકાઓ પહેલાં અહીં ખૂંખાર વાઘ વસતાં હતાં. સ્થળનો પ્રથમ નિર્દેશ કરનાર શ્રીગાંધીએ ૧૯૫૩ના પોતાના કલેશરી લેખમાં ખીણમાં ક્યારેક ક્યારેક વાઘ દેખાતાં હોવાનો ઉલ્લેખ કરેલો છે. મતલબ કે ત્રેપનના દાયકા સુધી અને પછી થોડાક સમય સુધી તો અહીં વાઘ હોવા જોઈએ. ખીણ વિસ્તારે નીચી નાનીનાની ક્વાર્ટઝાઈટની મધ્યે ધવલ સ્ફટિક (quartz) નસો-રેખાઓવાળી ટેકરીઓ જોવા મળે છે. જેની આજુબાજુ હરિયાળુ ઘાસ, ખજૂરી, સાદડ, સાગડા અને પીપળ જેવા વૃક્ષો તેમજ વનલતાઓ પથરાયેલી છે. તો દક્ષિણ તરફ વહેતો સ્વચ્છ શીતલજળનો બહોળો સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. વહેલી સવારે પક્ષીઓનો મધુર કલરવ અને રાત્રીના નિવિડ અંધકારમાં ઝગમગાટ મારી પ્રકાશ ફેંકાતા આગિયાના ઝુંડ એ અહીંની આગવી વિશિષ્ટતા છે. આવા નયનરમ્ય રમણીય વિસ્તારમાં ગુજરાત રાજય પુરાતત્ત્વખાતાના રક્ષિત એવાં પુરાતત્ત્વ અને કલાની દૃષ્ટિએ સમૃદ્ધ એવાં કુલ નવ સ્મારકો આવેલા છે." જેમાં સાસુની વાવ અને વહુની વાવ પણ આવેલી છે. સ્મારકો કેટલાક ટેકરી નીચે તો કેટલાક ઉપર આવેલાં છે. નીચેના સ્મારકો વચ્ચે ઉત્તર-દક્ષિણ કોઈ પૂર્વકાલીન ગામના-વસાહતના ઇંટો-રોડા જેવા અવશેષો જોવા મળે છે. તો અઢારમાં શતકમાં નિર્માણ પામેલાં ઘુંમટવાળા મંદિર તરીકે ઓળખતા શિવમંદિર નીચે મધ્યકાળના દેવાલયની જગતી, ગર્ભગૃહ, અંતરાલ અને પગથિયાં સાથેના સભામંડપના ભાગો દેખાય છે. નવમંદિરની જંઘામાં પણ તત્કાલીન 1000 વર્ષ પુરાણા મંદિરના શિલ્પો જડેલાં છે. શિવમંદિર સન્મુખ શિલાલેખવાળુ મંદિર કે કલેશ્વરી માતાના મંદિર તરીકે ઓળખાતા દેવ-મંદિરમાં હાલ કલેશ્વરીમાતા તરીકે પૂજાતી પારેવા કે લીલામરકત પથ્થરમાંથી નિર્મિત પ્રતિમા નટરાજની છે. આ અષ્ટબાહુ દેવના ઉપલા બે કરમાં ડમરું અને
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy