SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 30 પ્રાચીના શતકથી જાણીતી હોવાના પ્રમાણો લાલા ભગત કુફ્ફટ શિરાવટી અને સ્તંભ તેમજ હવિષ્કના સિક્કા પર અંકિત અંદની આકૃતિ પરથી મળે છે. 12 અહીં પ્રસ્તુત 3 અને 1 વડોદરા સંગ્રહાલયના સંગ્રહની મળીને કુલ 4 પ્રતિમાઓ શામળાજી પ્રદેશે સ્કંદપૂજા પ્રચલીત હોવાના પૂરાવા આપે છે. (અ) કાર્તિકેયની ખંડિત મૂર્તિ પ્રસ્તુત પ્રતિમા શામળાજીમાંથી પ્રાપ્ત થઈ હતી. જેનું શિર, ખભાથી આગળની ભુજાઓ અને ઘૂંટણ નીચેના પગનો ભાગ ખંડિત હોઈ, અપ્રાપ્ત છે. છતાં તેના કટયલંબિત વામકરમાં કુલ્લુટ ધારણ કરેલ ભાગ સચવાયેલો છે. જે પરથી પ્રતિમા સ્કંદની હોવાનું સૂચવી જાય છે. પદકવાળો કંઠહાર સુરેખ છે. દોરડા ઘાટનો આમળા વાળેલો કમરબંધ વલભીથી મળેલ મહિષમર્દિનીના કટિબંધ સાથે નીકટનું સામ્ય ધરાવે છે. જે ક્ષત્રપકાલે સામાન્ય છે. જયારે ધોતીવસ્ત્રનો ગોમૂત્રિક તરંગે વહેતો છેડો તત્કાલના અન્ય શામળાજીના શિલ્પોના આવા વસ્ત્રોની ભાત સાથે સરખાવી શકાય છે. તો સમકાલીન દેવની મોરીની બુદ્ધ મૂર્તિઓના વસ્ત્રો પરની વલ્લીઓ સાથે સ્કંદ વસ્ત્રની આવી વલ્લીઓ મેળ ખાય છે. સુડોળ શરીર અને વિશાળ છાતી ધરાવતા સમભંગે સ્થિત કાર્તિકેય સેનાપતિ સરખા ભાસે છે. પ્રાચીન ક્ષત્રપકલાનાં અંશો સાચવતી આ મૂર્તિ ગુપ્તકાલના પાંચમા શતકના પૂર્વાર્ધની છે. (જુઓ ચિત્ર 10) (બ) કાર્તિકેયઃ રાજય પુરાતત્ત્વખાતાની એક અન્ય અતીવ સુંદર દ્વિબાહુ કુમાર પ્રતિમાં ગુપ્તકાલની પરિપાટિમાં ઘડાયેલી છે. કમનસીબે એ ખૂબ ધસારો પામેલી છે. શામળાજીના પ્રાચીન શિલ્પોની જેમ જ શીર્ષ પાછળ મોટી સાદી વૃત્તાકાર પ્રભાવલી છે. જે ઉપલા ભાગથી સ્ટેજ તૂટેલી છે. સ્ટેજ ચોરસ ચહેરો, કપોલે રત્નમંડિત સુર્વણની પટ્ટિકા, શિરે અલંકૃત મુકુટ, કણે ગોળ કુંડળ, કંઠે ગુપ્ત એકાવલીહાર વગેરે દર્શનીય છે. મુખ પરના પ્રસન્નભાવ, સ્મિત ઓપતાં અઘરો, ચિબૂકી, વિશાળ-ભરાવદાર છાતી, પાતળિ કટિ વગેરે ધ્યાનાકર્ષક ગણાય. દ્વિબાહુ પૈકી જમણાકરમાં શક્તિ અને ડાબા કટયાવલંબીત હસ્તે કુફ્ફટ ધારણ કરેલાં છે. ધોતીવસ્ત્રને અલંકૃત કમ્મરબંધથી બાંધેલું છે. તો એની પારદર્શક ચૂસ્તતામાંથી દેવને ઉર્ધ્વમેટ્ર બતાવ્યા છે. શિવની પ્રાચીન પ્રતિમાઓમાં ગુહ્યભાગ ઉત્તરીય ધોતીવસ્ત્રમાંથી દર્શાવવામાં આવે છે. જે મથુરા અને આસપાસથી મળેલી શિવની પ્રાચ્યમૂર્તિઓમાં જોવા મળે છે. સ્કંદ એ શિવપુત્ર હોવાથી પ્રસ્તુત પ્રતિમામાં બતાવવામાં આવ્યું હોય. દેવે ધારણ કરેલાં સ્કાર્ફના બેય તરફના છેડાઓ ગોમૂત્રિક તરંગે બતાવ્યા છે. છાતીવસ્ત્ર પરની વલ્લીઓ (Folds) શામળાજીના તત્કાલીન શિલ્પોની વસ્ત્રોના સળ જેવા છે. ઘૂંટણના આગળના નીચેના ભાગથી દેવચરણ ખંડિત છે. શૈલીના આધારે આ પ્રતિમા પાંચમાં શતકના અંતભાગની કે છઠ્ઠા સૈકાના શરૂઆતની જણાય છે. (જુઓ ચિત્ર 11) (ક) અપૂર્ણ ઘડાયેલ કાર્તિકેય પ્રતિમા H અગાઉ ચર્ચિત (અ) અને (બ) પ્રતિમાઓ દ્વિબાહુ તો શામળાજીની પારેવા પથ્થરની શીર્ષવિહીન મૂર્તિ ચતુર્ભુજ છે. 15 એ અર્ધ ઘડાયેલી હોવાથી અગત્યની છે. કેમકે એ શિલ્પ ઘડતર પર પ્રકાશ ફેંકે છે." દેવ સમભંગમાં સ્થિત છે. ચાર બાહુઓમાં જમણો એક હાથે કાંડાથી તૂટેલો તો છે. પણ એમાં ધારણ કરેલ શક્તિનો દંડભાગ છેક નીચે બેઠક સુધી જોડેલો સ્પષ્ટ છે. આજ પ્રમાણે ડાબો એક હસ્ત
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy